જૂનાગઢ હેલિપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત*

Share to*જૂનાગઢ, * : સંતો-મહાત્માની પવિત્ર તપોભૂમિ એવા ગરવા ગીરનારની ગોદમાં જ્યારે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે તેમાં સહભાગી થવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં રાજ્યપાલ શ્રીને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું.

જૂનાગઢની ખમીરવંતી ધરા પર બન્ને મહાનુભાવોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવા માટે પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયરશ્રી ગીતાબહેન પરમાર, ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વ શ્રી સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ,
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, આગેવાન શ્રી ડોલરભાઈ કોટેચા, કિરીટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા, દિનેશભાઈ ખટારિયા તેમજ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, કમિશનર શ્રી રાજેશ તન્ના, નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી નિલેશ જાજડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to