

નેત્રંગ. તા.૨૬-૦૧-૨૪.
નેત્રંગ નગર ખાતે આજે ૨૬મી જાન્યુઆરીએ જીલ્લા કક્ષાનો ૭૫ મો પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય ઉજવણી ને લઇ ને નગર સહિત તાલુકાની પ્રજામા અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ નગર ના જીનબજાર વિસ્તાર મા આવેલ જીન કમ્પાઉન્ડ ખાતે સવારે ૯ કલાકે ભરૂચ જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ડી સુમેરાના વરદ હસ્તે દવજવંદન થશે. ત્યાર બાદ કલેક્ટર પરેડનુ નિરીક્ષણ કરશે અને ઉદબોધન કરશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, ઈનામ વિતરણ તેમજ પ્રશસ્તિપત્ર વિતરણ બાદ વુક્ષારોપણ થશે.
જીલ્લા કક્ષાના આ પવઁને લઈ ને ગ્રામપંચાયત, વનવિભાગ ની કચેરી ખાતે, મામલતદાર કચેરી ખાતે. નગરમા આવેલ શાળાઓ, કોલેજ ખાતે આઠ વાગ્યા સુધીમા તમામ જગ્યાએ દવજવંદનનો કાયઁકમ પુણઁ થશે. ૭૫ મા પ્રજાસત્તાક પર્વ મા નગર સહિત તાલુકાની આમ જનતા ઉત્સાહ ઉમંગ થી ભાગલે તે માટે નેત્રંગ તાલુકા મામલતદાર રીતેશ કોકણી દ્રારા જાહેર આમંત્રણ પાઠવેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*