ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક બૂથમાંથી સામાન્ય લોકોને રામ મંદિરના દર્શન કરાવવા માટે ૧૫૨ ઝઘડીયા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે સંકેત પંચાલની નિમણુંક કરવામાં આવી છે. સંકેત પંચાલને તેઓના સેવાથી પ્રભાવિત થઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને નાગરિકોને અયોધ્યા દર્શન કરાવવા માટે ૧૫૨ ઝઘડીયા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવતા સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.
તાજેતરમાં જ નેત્રંગ તાલુકા ની તમાંમ અક્ષતકળશ યાત્રા જેમકે કળશયાત્રા થકી નેત્રંગ તાલુકા નાં ગામે ગામે અક્ષત વિતરણ કરીને સમસ્ત હિન્દુ સમાજ ને અયોધ્યા થી આવેલ અક્ષત આપી ને નિમંત્રણ આપ્યું તથા ૨૨ મી જાન્યુઆરી નાં રોજ ઘરે ઘરે દિવા પ્રગટાવી આસોપાલવ નાં તોરણ બાંધી મંદિરો ની સાફસફાઈ તથા ભજન ભંડારા નું આયોજન તાલુકાના લગભગ તમાંમ મંદિરો કરવામાં આવ્યું જેની જવાબદારી સંકેત પંચાલ અક્ષતકળશ યાત્રા સંયોજક તરીકે સોંપવામાં આવી હતી જે બાદ ને ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા સંગઠન તથા ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા ઝગડિયા વિધાનસભાના અયોધ્યા દર્શન નાં ઈનચાર્જ માટે સંકેત પંચાલ ની નિમણૂક કરાઈ
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
* નેત્રંગ તાલુકાના ૧૨ ગામોના ખેડુતો-આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા-નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલ જંગલની જમીનના રેવન્યુમાં ફેરવાવાની માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
બિલાઠાના ભગત ફળીયા વિસ્તારમાં જુગાર રમતા ૨ જુગારી ઝડપાયા. ૬ ફરાર.