સુરતના યુવકને જીવલેણ મારવાના કેસમાં જુનાગઢના પીએસઆઇ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં બી 101 શ્રીયદ સેલિબ્રેશન ગૌરવ પથ રોડ પાલનપુર ખાતે રહેતા અને તનિષ્કા નામની ટૂર પેકેજનો વ્યવસાય કરતા હર્ષિલભાઈ લખમણભાઇ જાદવ ઉ. વ. 43 વિરુદ્ધ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોય જેથી ત્યાં ગયા હતા. આ યુવાન સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ટુર પેકેજ બાબતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.
9 જાન્યુઆરીના રોજ રાત્રીના હર્ષિલ જાદવનો અમદાવાદ બોડકદેવ પોલીસ પાસેથી જુનાગઢ બી ડિવિઝન પોલીસ કબજો મેળવી તેને જૂનાગઢ ખાતે લઇ ગઈ હતી. તપાસ કરનાર પીએસઆઇ મુકેશ મકવાણાએ યુવકને કોર્ટમાં રજૂ કરી 12 જાન્યુઆરી સાંજ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમ્યાન પીએસઆઇ મકવાણાએ યુવાનના ભાઈ બ્રિજેશ જાદવ વગેરેને બોલાવી હર્ષિલ વિરુદ્ધ કેસ થયો હોવાનું જણાવી રૂપિયા પાંચ લાખ માગણી કરી હતી. અમે કે આ રકમ તમને આપી દેશો તો કે સરળ થઈ જશે અને માર પણ નહીં પડે. જીજી કરતા તેઓએ ચાર લાખ અને છેલ્લે 3 લાખની માગણી કરી હતી.
રૂપિયા ત્રણ લાખની માંગણી નહી સંતોષતા યુવાનને ધોકો અને પટ્ટાથી માર મારી ડાબા પગમાં લીગાયમેન્ટ ફાટી ગયું હતું અને જમણા પગમાં ફ્રેકચર થવાનાં કારણે બ્લડના કલોટિંગ થઈ થઈ અને છૂટા પડી હૃદય ફેફસા અને ધમની બાજુ ફસાઈ જતા હૃદયમાં બ્લડ ઓછું પહોંચતા ગંભીર ઈજા થઈ હતી. આ અંગે યુવાનના અમદાવાદ તેજલપુર વિસ્તારમાં રહેતા ભાઈ બ્રિજેશભાઈ લખમણભાઇ જાદવે ફરિયાદ નોંધાવતા જુનાગઢ બી ડિવિઝન પોલીસે પીએસઆઇ એમ. કે. વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ સીપીઆઈ આર. એમ. વસાવા ચલાવી રહ્યા છે.
જજે પણ પીએસઆઇનો ઉધડો લીધો’તો હર્ષિલ જાદવ ના પુરા થતા તેમને પીએસઆઇ એમ. કે. મકવાણા કોર્ટમાં રજુ કરેલ. પરંતુ યુવાનના માથાના ભાગે બીજા જોઈને જજએ પૂછ્યું હતું કે પડી ગયો કે માર માર્યો. ક્યારે યુવકે પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું હતું આ સાથે જજે પોલીસ સામે ફરિયાદ કરવા માંગો છો કે કેમ તેના જવાબમાં યુવાને હા પાડી હતી જજ શ્રી ચાપાનેરીયાએ મકવાણાનો ઉધડો લઈ કહેલ કે મારા હુકમનું પાલન કરેલ નથી તેમ જણાવી યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ રજા મળતા એડવોકેટ મારફતે જામીન મેળવી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત યુવક બેભાન હાલતમાં અમદાવાદ સારવાર હેઠળ
જૂનાગઢ બી પીએસઆઇ એમ. કે. મકવાણાએ ધોકા પટ્ટા વડે માર મારતા ગંભીર ઇજા પામેલા હર્ષિલભાઈ લખમણભાઇ જાદવ હાલ બેભાન હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ