December 22, 2024

શ્રીરંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલીયા જી-ભરુચ ખાતે 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી

Share to



શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ વાલીયાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. શર્મિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી વાલીયા અને કોલેજના એન.એન.એસ.વિભાગ અને ઈલેકટોરલ લિટરસી કલબના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024ની તાલુકા કક્ષાની”રાષ્ટ્રીય મતદાતા દિવસની” ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મામલતદાર મેડમશ્રી શ્રધ્ધાબેન નાયકે વિધાર્થીઓને મતદાન કરી દેશની લોકશાહી બચાવવાની અપીલ કરી હતી. ડુંગરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ વાંસદયા દ્વારા વિધાર્થીઓને પોતાના કિંમતી અને પવિત્ર મત આપી દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપે તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. કોલેજની વિદ્યાર્થીની દર્શનાબેન કાંતિલાલ વસાવા દ્વારા મતદાન અંગે સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એન.એન.એસ.ની સ્વયં સેવિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ મળી 208 વિધાર્થીઓએ ભાગ લઈ પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો. દિનેશસિંહ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ડો .રોશનકુમાર ગામીત દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને આભાર વિધિ પ્રા.ડો કુસુમબેન પટેલ દ્વારા કરવામાં આવી.

મંગલ દેશમુખ
DNS NEWS
વાલીયા


Share to

You may have missed