November 22, 2024

અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું

Share to

*જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો*

ભરૂચ: બુધવાર: ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજરોજ અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલાં જીન કંપાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું. જેમાં લાઈઝનીગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, ડોગ શો, તેમજ નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું અધિક નિવાસી કલેકટર શ્રી એન. આર. ધાધલએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર જ મીટિંગ યોજી સંલગ્ન અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કરી વિવિઘ સૂચનો આપ્યા હતા.
આ રિહર્સલ તથા નિદર્શનમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાધલ, પ્રાંત અધિકારી શ્રી ઝગડીયા ,અમલીકરણ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to