ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

Share to

*વન સેતુ ચેતના યાત્રા: ભરૂચ*

*લોકો માટે, લોકોની પડખે રહી કામ કરતી સરકાર છે તેના પારદર્શી વહીવટના કારણે સરકારની તમામ યોજના અને તેના લાભ લોકો સુધી પહોંચતા થયા છે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ*
****
*દેશના વડાપ્રધાને આદિવાસી સમુદાયની કદર કરી સંસ્કૃતિનું જતન કરવાનું ભગીરથ કામ કર્યું છે – પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતી*
***
ભરૂચ – શુક્રવાર – સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ઢોલ નગારા અને નૃત્ય સાથે યાત્રાનું દબદભાભેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામા આવ્યું હતું.મોવી ગામ ખાતે પહોંચતા, ભરૂચ જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે, સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા વન સેતુ ચેતના યાત્રા વિશે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યુ હતું.
આ પ્રસંગે, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને આદિજાતી વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ અને ભરૂચ મતવિસ્તારના સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા, ધારાસભ્યશ્રી રીતેશ ભાઈ વસાવા ઝગડીયા,ભરૂચ જિલ્લાના કલેકટરશ્રી તુષાર સુમેરા સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં લોકો માટે, લોકોની પડખે રહી કામ કરતી સરકાર છે. આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાય અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમીકા બાંધવાનો છે.પારદર્શી વહીવટના કારણે સરકારની તમામ યોજના અને તેના લાભ લોકો સુધી પહોંચતા થયા છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજનામાં પ્રથમ તબક્કમા ૧૫૦૦ હજાર કરોડથી શરૂઆત થઈ હતી જે આજે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ થઈ છે. આવી જનકલ્યાણની તમામ યોજનાઓ થકી વનબંધુઓ માટે સરકાર સેતુ રૂપ બની છે. તમામ વહિવટી વિસંગતા દુર કરી લોકોના હકનું તેમને આપવાનું કામ કર્યુ છે.
આપણી સરકાર લોકોની સમક્ષ જઈ લોકો સાથે મળીને કામ કરી રહી છે. જેનું સફળ ઉદાહરણ જનમન કાર્યક્રમ છે. જેમાં 24000 કરોડ જેટલી માતબર રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી વીજળી, ઘર, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તાઓ સહિત તમામ પાયાની સુવિધાઓ આપવાનું ભગીરથ કામ સરકારે કર્યુ છે. આપણા વિસ્તારના આદિમજુથમાં આવતી કોટવાડીયા જાતિના લોકોને પીએમજનમન યોજના થકી પરિવારોને ઘરબેઠાં વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને સરકારના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. વધુમાં સંકલ્પ ભારત વિકાસ યાત્રા દ્નારા ગામે -ગામ જઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવાનું કામ કર્યું છે.
આ તબક્કે તેમણે ઉમેયું હતું કે, સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાનશ્રી દ્વારા ગત 14થી આગામી 22મી જાન્યુઆરી સુધી તમામ તિર્થ – સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી 22મીએ આપણા ઘરોમાં તોરણ, રંગોળી અને દીવા કરી દીવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે,પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીએ પ્રાસંગિગ ઉદ્ બોધન કરતા કહ્યું હતું , દેશના વડાપ્રધાને આદિવાસી સમુદાયની કદર કરી સંસ્કૃતિનું જતન કરવાનું ભગીરથ કામ કર્યું છે.
સમગ્ર ભારત આજે રામમય બની ઉત્સવની તૈયારીઓ કરી રહ્યુ છે. રામરાજ્યની હવે તૈયારીઓ આરંભી દેવાની છે. રામરાજયની જેમ આપણા સરકારનો પારદર્શી વહીવટ, તેની યોજના અને નિતિઓ તમામ વર્ગ સુધી પહોચાડી છે. આદીવાસીઓની ખાસ ચિંતા કરી વનબંધુ યોજના, ગુજરાત પેર્ટન,આદીજાતી વિભાગની યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલ, જળ અને જમીન સાચવાનું કામ આપણી સરકારે કરી છે. આદીવાલીઓ માટે જમીન, સિંચાઈ, જમીન લેવલીંગ, જમીન ધોવાણ માટે પાળા યોજના જેવી વિવિધ યોજના અમલમાં મૂકી ખેડૂત પજખે ચિંતિત રહી છે. વધુમાં આદીવાસીઓના વન અધિકાર પત્રો તેમને આપી પડતર પ્રશ્નો હલ કર્યા છે. હજુ આદીવાસીઓના તમામ પ્રશ્નો હલ કરવા અને વિસંગતતાઓ દુર કરવા સરકાર સતત પ્રયત્નશિલ છે. વધુમાં, તેમણે અનુરોધ કરતા કહ્યુ હતું કે, આદીવાસી સમુદાય માટે આદીજાતી વિભાગમાં શિક્ષણ,આરોગ્ય અને રોજગારી જેવી ઘણી યોજનાઓનો છે જેનો લાભ લેવા અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે નેત્રંગ, વાલીયા, ઝગડીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ,, પ્રાંત અધિકારી શ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી યોગેશ ભાઈ પવારે કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજક એવા ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવા ભારે જહેમત ઉઠાવી હતી.


Share to

You may have missed