ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે ભેસો ચરાવવા ગયેલ લીમોદરા ગામના રામજી માનસિંગ રબારી નામના ૬૦ વર્ષીય વૃધ્ધને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજ્યું,
ઝઘડીયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે સવારે દસેક વાગ્યાના અરસામાં રામજી માનસિંહ રબારી નામના વ્યક્તિ ભેંસો ચારવા ગયાં હતાં તે સમયે નર્મદા નદીમાંથી એક મહાકાય મગર અચાનક તેઓને પાણીમાં ખેંચી ગયો હતો,ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ઝઘડિયા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, કલાકોની શોધખોળ બાદ વૃધ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી દવાખાને બોડીને લઈ જવાઈ હતી, લીમોદરા ગામના વૃધ્ધને મગર પાણીમાં ખેંચી જતાં વૃદ્ધ નું મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું..
રિપોર્ટર:-કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.