એકી સાથે બબ્બે મુખ્યમંત્રીઓ કોઈ ધારાસભ્યને મળવા આવે એવો નર્મદાનો પ્રથમ બનાવ ઃ ગુજરાત માટે પણ મોટી રાજકીય ઘટના
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે રાજપીપળા જેલમાં સવારે ૧૧:૦૦ વાગે આવશે. બંને મુખ્યમંત્રીઓને મિત્રભાવે મળવાની પરમિશન મળી છે. રાજપીપળા જેલમાં એકી સાથે બબ્બે મુખ્યમંત્રીઓ કોઇ ધારાસભ્યને મળવા આવે એવોનર્મદા જિલ્લાનો પ્રથમ બનાવ છે. સામી લોકસભા ચૂંટણી ટાણે જેલમાં મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે મોટી રાજકીય ઘટના ગણાવાઇ રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો, ધમકાવવાનો અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગનો ગુનો નોંધાયેલ છે. ચૈતર વસાવાના જામીન નામંજુર થતાં કોર્ટ
સામે હાજર થયાં હતાં. હાલ ચૈતર૨વસાવા સહીત તેમના પતી સાથે ૯ આરોપીઓ જેલમાં છે. રવિવારે જેલના કેદીઓને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા નથી. તેથી આ બન્ને મુખ્યમંત્રીઓ સોમવારે જ મળી શકશે. જો કે જે રીતે મુલાકાતીઓ સામાન્ય કેદીને મળી શકે એ જ રીતે જેલના નિયમો પ્રમાણે એમને મળવા દેવામાં આવશે. એ માટે બીજી કોઇ ખાસ ફેસિલિટી આપવામાં આવશે નહીં. હાલ જેલની બહાર સાફ સફાઇ કામગીરી શરૂ કરી દેવાઇ છે.