બોડેલી ના કડીલા ગામે ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અધિકારી ઝડપી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Share to


બોડેલી પથક માંથી પસાર થતી ઓરસંગ નદી માં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો બિલાડી ના ટોપને પેટ ફૂટ નીકળ્યાં છે અને બેફાન સરકારી જગ્યા રેતી ખનન કરી સરકાર આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા અને બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ પેટ્રોલિંગ પણ વધી ગયું છે અને આજે વહેલી સવારે બોડેલી તાલુકાના કડીલા ગામે ઓરસંગ નદી માં દરોડા પાડતા બે હિટાચી અને બે રેતી ભરેલી ટ્રક અને એક ટ્રક ખાલી ઝડપી પાડી હતી સ્થળ પર માપણી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે દરોડા પાડતા ઓરસંગ નદી માં નાસભાગ મચી ગઇ હતી અને ગેરકાયદેસર રેતી ખનન કરતા ભુમાફિયા રફુચક્કર થઈ ગયા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed