રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત વિવિધ ક્ષેત્રોમાં કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૭૭ જેટલાં કોરોના વોરિયર્સને શાલ અને “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” થી સન્માનિત કરાયા હતા
રાજપીપલામા NMD ન્યુઝ નેટવર્ક-નર્મદા આયોજીત કોરોના વોરિયર્સ “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” સમારોહ રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયો
રાજપીપલા,શનિવાર :- NMD ન્યુઝ નેટવર્ક-નર્મદા આયોજીત અને સુરક્ષા સેતૂ સાસાયટી-નર્મદા પોલીસના સૌજન્યથી તથા સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે કોરોના વોરિયર્સ “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” એવોર્ડ વિતરણ-સન્માન સમારોહમાં ગુજરાતના ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ, કથાકાર પૂ.વિરંચિપ્રસાદ શાસ્ત્રીજી,પૂ.સિદ્ધેશ્વર સ્વામીજી સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીઓશ્રી, કોરોના વોરિયર્સની ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે કોરોના વોરિયર્સ “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” ના સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન સમયસર ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર સહિતની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેની સાથોસાથ જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પુરુ પાડવાની સાથે લોકડાઉનના સમયગાળામાં શ્રમિકોને ટ્રેનો થકી પોતાના વતનમાં પહોચાડવાની પ્રશંનીય કામગીરી કરી છે. આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈકામદારોએ કોવિડ-૧૯ ના સમયમાં કોરોના વોરિયર્સ પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત દરદીઓની સારવાર કરીને ઉતમ પ્રકારની સેવા કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મંત્રીશ્રી ખાબેડે વધુમાં જણાવ્યું હતું કે, સરકારશ્રીએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભું કરીને અહીંના સ્થાનિક યુવક- યુવતીઓએ રોજગારી પુરી પાડવાની સાથે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ લઈને નર્મદા જિલ્લાએ વિવિધ ક્ષેત્રમાં જનભાગીદારી થકી વિકાસ કૂચ કરી છે. નર્મદા જિલ્લાના યુવાનોને ઘર આંગણે જ શિક્ષણનો લાભ મળે તે હેતુસર સરકારશ્રીએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ આપી છે.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કોવિડ-૧૯ ના સમય દરમિયાન ઐતિહાસિક નિર્ણયો લઇને કોરોનાના સંક્રમણને સમયસર નાથી શક્યા હોવાની સાથે કોરોનાની મહામારી દરમિયાન સરકારશ્રીએ કરેલી કામગીરીને બિરદાવી હતી તેમજ નર્મદા જિલ્લાનો યુવાન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આઇ.એ.એસ.,આઇ.પી.એસની સાથે ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરીને રાજ્ય અને દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા શ્રી વસાવાએ હિમાયત કરી હતી.
આ પ્રસંગે સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, પૂર્વ વન મંત્રીશ્રી શબ્દશરણભાઈ તડવી, કથાકાર પૂ.વિરેચીપ્રસાદ શાસ્ત્રીજીએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ, પોલીસ કર્મીઓ, સામાજિક કાર્યકરો-સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત કુલ-૭૭ જેટલા વ્યક્તિઓને વિવિધ ક્ષેત્રોમાં કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને શાલ અને “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” થી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
પ્રારંભમાં પ્રયોજક સંસ્થાના શ્રી પ્રવિણભાઈ પટવારીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં શ્રી જયેશભાઈ દોશીએ આભારદર્શન કર્યું હતું.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો