આજે સાંજે શ્રી મિલિંદ સોમનની રન ફોર યુનિટી યાત્રાનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થનારૂ સમાપન:રાજપીપલા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ ઠેર ઠેર કરાશે સ્વાગત-અભિવાદન
રાજપીપલા, શનિવાર:- ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી શ્રી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી રાષ્ટ્રીય એકતા દોડ આજે તા. ૨૧ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામ ખાતે આગમન થવાની સાથે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરતા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માથે કળશ સાથેની બાળાઓ ધ્વારા પ્રતાપનગર ગામે ભવ્ય સ્વાગત સાથે શ્રીસોમનને ઉષ્માભર્યો આવકાર અપાયો હતો.
નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી પ્રાંત અધિકારી શ્રી કે.ડી. ભગતે તેમજ SOUADATGA ના નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે પુષ્પગુચ્છ અર્પણ કરી નર્મદા જિલ્લામાં શ્રી સોમનની આ “રન ફોર યુનિટી”ને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પ્રતાપનગર ખાતે યોજાયેલા આ સ્વાગત- આવકાર કાર્યક્રમમાં સિનયર કોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, SOUADATGA ના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ અને ટુરીઝમ અધિકારીશ્રી મોહિત દિવાન સહિતના મહેસુલ, પોલીસ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીશ્રીઓ, સ્થાનીક આગેવાનો વગેરે પણ ઉત્સાહભેર જોડાયાં હતા.
ત્યારબાદ આ રન ફોર યુનિટી જિલ્લાના ધારીખેડા ગામે આવી પહોંચતા નર્મદા સુગર ફેક્ટરીની ટીમ તરફથી પણ શ્રી મિલિંદ સોમનને ભાવપૂર્વકના આવકાર સાથે સત્કારવામાં આવ્યા હતા.
તા.૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ સવારે શ્રી મિલિંદ સોમનની આ “રન ફોર યુનિટી” યાત્રા તેના આગળના નિર્ધારીત રૂટ મુજબ પ્રારંભ થશે અને રાજપીપલા શહેરના તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વાગત સાથે આવકાર અપાશે. સાંજે ૪:૦૦ કલાકે ગોરા ખાતે દ્વારા SOUADATGA દ્વારા મુખ્ય કારોબારી અધિકારી શ્રી રવિશંકર દ્વારા પણ શ્રી મિલિંદ સોમનના ઉષ્માભર્યા સ્વાગત સાથે ભવ્ય આવકાર અપાશે. ત્યારબાદ ત્યાંથી આ યાત્રા આગળ ધપીને સાંજે ૫:૦૦ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સાથે આ યાત્રાનું સમાપન થશે. ત્યારબાદ શ્રી મિલિંદ સોમન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અને સાંજે ૬:૦૦ કલાકે કેવડિયા કોલોની ટેન્ટસિટી-૨ ખાતે માધ્યમો સાથે પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો