.*સુરત ગ્રામ્ય એલ.સી.બી એ માંડવીના શિવમ જવેલર્સમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

Share to

સુરત -15-12-23

ચાંદીના દાગીનાઓ મળી ૨,૪૨,૫૩૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ૩ તસ્કરની ઘરપકડ કરી..

સુરત જિલ્લાના માંડવીમાં નગરના મુખ્ય બજાર માં આવેલ શિવમ જવેલર્સ નામની દુકાનને થોડા દિવસ પહેલા ધરફરોડીયા ઓએ નિશાન બનાવી લાખોની માતના દાગીના ઓ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે સુરત ગ્રામ્ય એલ.સી.બીએ તપાસનો ધમધમાટ શરૂ કરી માંડવીના ઘોબણી નાકા નજીકથી દાગીના સાથે ૩ ઘરફોડીયાને ઝડપી પાડ્યા છે.માંડવી ખાતે તેમજ શિવમ જવેલર્સમાં થોડા દિવસો પહેલા ઘરફોડ ચોરોએ દુકાનને નિશાન બનાવી લાખોની મત્તાના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે ઘટના મામલે સ્થાનિક પોલીસ સહિત સુરત જિલ્લા રહે. એલ.સી.બી પોલીસનો કાફલો વધુ તપાસમાં જોતરાયો હતો.

જે દરમિયાન જિલ્લા એલ.સી.બી પોલીસના એ.એસ.આઈ મુકેશભાઈ જયદેવભાઈ તથા અ.પો.કો નરેશભાઈ હીરાભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કે શિવમ જવેલર્સમાં ચોરીને અંજામ આપનાર ૩ જેટલા ઈસમો ચોરીના દાગીનાઓ લઈ ધોબણી નાકા નજીક ઉભેલા છે. અને ઝંખવાવ ખાતે વેચવા માટે જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે ત્રણે આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચાંદીના નાના મોટા પાયલ નંગ . ૪૭ જેની કિંમત રૂપિયા ૫૧,૮૦૫-, ચાંદીના કાળા મણકા વાળા નાના મોટા મંગળસૂત્ર નંગ ૧૨૬ જેની કિંમત રૂપિયા ૧,૨૧,૮૨૨ ચાંદીની નાની મોટી વિટીઓ ૨૩૬ જેની કિંમત રૂપિયા ૫૩,૪૦૬/-,મોબાઈલ ફોન રોકડ મળી ૨,૪૨,૫૩૪/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે અનિલ ગુલાબભાઈ વસાવા, વિજય ઠાકોરભાઈ રાઠોડ અને દિનેશ સન્મુખભાઈ મૈસૂરિયા ( ત્રણે માંડવી ) ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર…..નિકુંજ ચૌધરી


Share to