December 22, 2024

*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*

Share to



અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી*

ભરૂચ- ગુરુવાર- હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે, સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ ગ્રામજનોને સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને વિકસિત ભારતના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવા માટે અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી.પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેની જરૂરીયાત દર્શાવતું નાટક ધરતી કહે પુકારા ઘરતી કરે પુકાર નાટક પણ સૌએ નિહાળ્યું હતું. અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ઼ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, ટીપીઓશ્રી, વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed