September 7, 2024

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫-નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.ભરૂચ જીલ્લાના તમામ તાલુકાના ગામે-ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્નારા રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના વિશે માહિતગાર કરવા માટે પરીભ્રમણ કરે છે.

Share to



ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકા મોરીયાણા ગામે યાત્રા પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કયુઁ હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જીવંત પ્રસારણ અને વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,યુવાનો શિક્ષીત થશે તો રોજગારી પ્રાપ્ત કરી આથિઁક પગભર થતાં સુખ-શાંતિ જીવન જીવી શકશે.આદિવાસી સમાજનો વિકાસ થાય અને આત્મનિભઁર બને તે માટે મોદી સરકાર અનેક કલ્યાણકારી યોજના લાવી છે.જે યોજનાનો લાભ લાભાર્થીઓને અપાવા દરેક કામ કરવું પડશે.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.


Share to