નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું

Share to* રાત્રીના ભરૂચ-નર્મદા જીલ્લાના બોર્ડર પર આવેલ કરજણ નદીના પુલ પર બનેલ બનાવ

* ડ્રાઈવર-કંડક્ટરનો આબાદ બચાવપ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ઘાણીખુંટ ગામે કરજણ નદીના પુલ ઉપરથી રાત્રીના અંધકારના સમયે એક કન્ટેનર ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો.જે દરમ્યાન કન્ટેનર ચાલકનો સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કન્ટેનર કરજણ નદીમાં ખાબકી પડતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.સ્થાનિક રહીશોએ ભારે જહેમત ઉઠાવી ડ્રાઈવર-કંડક્ટરને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.સદનસીબે કોઈ જાનહાનીની ઘટના સજૉય નહતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to