November 6, 2024

છોટાઉદેપુરના બરોજ અને ચિલરવાંટ ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર*

Share to


વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવતા ગ્રામજનો* *

છોટાઉદેપુર, તા.26 વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખૂબ આયોજન પૂર્વક છોટાઉદેપુર જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા છોટાઉદેપુર તાલુકાના બરોજ અને ચિલ્લરવાંટ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ અને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ ઉપલબ્ધીઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજરોજ આ સંકલ્પ યાત્રામાં પ્રાયોજના વહીવદાર સચિન કુમાર મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા.

ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાના પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી, સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ તલાટી મંત્રી, ગામના સરપંચોએ ગામ લોકોને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સૌના કલ્યાણની યાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ વેળાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વાને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટ્રોલ, ટેક હોમ રાશન થકી સગર્ભાધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ટીએસપી અધિકારી સચિનકુમારમાં હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ સરપંચને વાસ્મો અને નલ સે જલ યોજનાનાપત્રકની વહેચણી કરી હતી. બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સંકલ્પ યાત્રાને વધાવી લીધી હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed