November 21, 2024

નર્મદા જિલ્લાના રોજગારવાંચ્છું ઉમેદવાર હવે ઘરે બેઠા જ રોજગારકચેરીમાં વેબ પોર્ટલ થકી રજીસ્ટ્રેશન કરી શકશે

Share to



રાજપીપલા,ગુરૂવાર :- નર્મદા જિલ્લાના તમામ તાલુકાના રોજગાર વાંચ્છું ઉમેદવાર ભાઇઓ-બહેનોને જણાવવામાં આવે છે કે, ગત તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ “રોજગાર દિવસ” નિમિતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા રોજગાર વિભાગનું રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે નવું વેબ પોર્ટલ “અનુબંધમ” ઉમેદવારો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઇઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્છું ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઇલ અપલોડ કરવાની રહેશે. સરળતાથી નોકરીની શોધ કરતા યુવાનો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકશે.

નર્મદા જિલ્લાના તમામ તાલુકાના રોજગાર વાંચ્છું ઉમેદવાર ભાઇઓ બહેનો વધુમાં વધુ https://anubandham.gujarat.gov.in/ નામની વેબસાઈટ/વેબપોર્ટલમાં જઇને રોજગારવાંચ્છું ઉમેદવાર તરીકે/ જોબસિકર (Jobseeker) તરીકે રજીસ્ટ્રેશન કરાવે તેમ, નર્મદા જિલ્લાના ઈન્ચાર્જ રોજગાર અધિકારીશ્રી (જનરલ) તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed