દેડિયાપાડા તથા સાગાબારા તાલુકામાં વિજળીના કડાકા ભડાકા સાથે માવઠું

Share to


કપાસ, તુવર અને ડાંગર સહિતના રોકડીયા પાકોમાં નુકશાન

જયદીપ વસાવા – નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગાબારા તાલુકામાં છેલ્લાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે વેહલી સવારથી વિજળી અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.
માવઠાને કારણે અચાનક આવેલાં ભૂમિપુત્રોની આશા પર પાણી ફરી વળ્યું. માંડ માંડ બેઠો થઈ રહેલો ખેડૂત પર પડતાં પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. માવઠાની અસરથી મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી.વધુમાં ભર શિયાળે માવઠાથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં ઠંડીનું જોર વધ્યું હતું.


Share to