December 19, 2024

અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યો વેગ વંતા બન્યા સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા ઠેર ઠેર ખાતમુહર્ત કરવામાં આવ્યા

Share to


અમરેલી જિલ્લામાં મોટાભાગના તાલુકામાં અને ગામડાઓમાં લોકોની સમસ્યાના પ્રશ્નો હલ થવા લાગ્યા છે જેમાં ખાસ કરીને રોડ રસ્તા વીજળીના પ્રશ્નો પીવાના પાણીના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો કે ગરીબ વર્ગ હોય પીછડા વર્ગ હોય બધાના પ્રશ્નોનું આજે નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે જ્યારે આજરોજ તારીખ 23 11 2023 ના રોજ ચરખા ગામ માં આપણા 108 ગણાતા સાંસદ નારણભાઈ કાછડીયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે.વી. કાકડીયા ના વરદ હસ્તે સરકારી દવાખાના નો તેમજ સીસીટીવી કેમેરા નો લોકાર્પણ કાર્યક્રમ તથા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય બાબાભાઈ વાળા* ધારી માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવળ* તથા સરકારી દવાખાનું બનાવવા માટે ભૂમિદાન કરનાર ભુપતભાઈ ધકાણ* તથા ચરખા ગામ ના ઉદ્યગપતિ કડવાભાઈ ગજેરા* ચરખા ગામના સરપંચ કાંતિભાઈ અંટાળા હાજર રહેલ ચરખા ગામમાં ખોડીયાર માતાજીનો નેજો ચડાવવાનો કાર્યક્રમ પણ હતો આ તમામ કાર્યક્રમની જાહેમત ચરખા ગામના સરપંચ કાંતિભાઈ અંટાળા* એ ઝહેમત ઉઠાવી હતી…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed