જૂનાગઢ પાવની ગિરનાર લીલી પરિક્રમામાં જય ગિરનારીના નાદથી ગુંજ્યો… અનેરો ઉત્સાહ સાથે ગિરનાર લીલી પરિક્રમા કરતા ભાવિકો જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણતા ભાવિકો: તંત્ર ખડે પગે છે કોઈ તકલીફ નથી યાત્રાળુઓ કહે છે કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે

Share toસૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજ્યા જૂનાગઢ તા.૨૩ પાવની ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. ગાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે, ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
ભેસાણ તાલુકાના મોરવાડા ગામના સરપંચશ્રી તેમની ટીમ સાથે પરિક્રમામાં હતા. તેમણે કહ્યું કે, પરિક્રમા રૂટ પર તંત્ર ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, કોઈપણ અગવડતા પડે તેમ નથી. ભાવિકો ઉત્સાહ સાથે પરિક્રમા કરે છે. આ સાથે તેમણે કલેકટરશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
વર્ષો વર્ષ પરિક્રમામાં આવતા મહેસાણા કડી નજીકના મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ છે. જેમાં લોકોએ પણ તંત્રને સહકાર આપવો જોઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના નવાગામથી પહેલીવાર ગિરનાર લીલી પરિક્રમા માટે પધારેલા શ્રી નરસુંગભાઈ પટેલ જણાવે છે કે, તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે જીણામાંઝીણી બાબતોની કાળજી લેવામાં આવી છે. આરોગ્ય સેવા માટે ડોક્ટરની ટીમ અન્ય મદદ માટે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ખડેપગે છે. તેમણે દરેકને એકવાર પરિક્રમા કરવાના આગ્રહ સાથે જિલ્લા વહીવટી તંત્રને યાત્રાળુઓ માટે કરેલ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. અન્ય એક યુવા યાત્રાળુએ કહ્યુ હતુ કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે. તેમ જણાવ્યું હતું.
નડિયાદથી છેલ્લા પાંચ વર્ષોથી લીલી પરિક્રમા માટે આવતા મનદીપ ઠાકર પરિક્રમાના અનુભવને સારો ગણાવતા જણાવ્યું છે કે, ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે સમગ્ર રૂટ કચરા પેટીઓ મૂકવામાં આવી છે. ભાવિકોને તબીબી મદદ માટે ડોક્ટરની ટીમ પણ તૈનાત છે. એવા જ ભાવિક તાલાળાથી છેલ્લાં પાંચ વર્ષથી લીલી પરિક્રમામાં આવતા ભદ્રેશ જાણીને પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ વ્યવસ્થાઓને બિરદાવી હતી. ઉપરાંત એક યુવા યાત્રાળુઓ કહ્યુ કે, કુદરત-પ્રકૃતિનું સાનિધ્યમાં ઘણું શીખવા મળે છે. તેમ જણાવ્યું હતું.જેમાં
પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓના નાશ કરાયો કેન્દ્રની પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી
જૂનાગઢ ગિરનાર લીલી પરીક્રમા-૨૦૨૩ અંતર્ગત દૂધ વિતરણ વ્યવસ્થા, ખોરાકમાં ભેળસેળ વગરની યાત્રિકોને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ-વસ્તુઓ મળી રહે મળી રહે તે માટે હોટલ રેસ્ટોરન્ટ તથા દુકાનોમાં ભેળસેળ ન થાય તેમજ હોટલોમાં કેરોસીન ગેસનો અનઅધિકૃત ઉપયોગ ન થાય તથા યાત્રિકોને નિયત કરાયેલ ભાવ તથા વજન મુજબ ચીજ વસ્તુઓ મળી રહે તે માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તપાસની ટીમોની રચના કરવામાં આવી હતી. ગિરનાર પરિક્રમામાં આવેલ જુદી-જુદી દુકાનો ખાણીપીણીના સ્ટોલ, દૂધ વિતરણ કેન્દ્રની પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા આજ રોજ ૧૯ દુકાન -દૂધ કેન્દ્રો અને અન્ન ક્ષેત્રની તપાસમાંથી મળી આવેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં બાફેલ બટાકા, ખાધ્ય કલરના પેકેટ્સ, ખરાબ થયેલ શાકભાજી તથા દાઝેલા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to