નર્મદા :- દેડિયાપાડાના ધારાસભ્યની જામીન અરજીની આજે સુનાવણી

Share toદેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલાના કેસમાં ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરી જામીન અરજી પર આજે રાજપીપળાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. જંગલની જમીનમાં ખેતી બાબતે વન વિભાગના કર્મીઓએ ખેડૂતનો પાક નષ્ટ કરી દીધો હતો. જેમાં ચૈતર વસાવાએમધ્યસ્થી કરી વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવ્યાં હતાં. એક વનકર્મીએ ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 10 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર છે જયારે તેમના પત્ની સહિતના 3 આરોપીની ધરપકડ કરાઈ છે અને તેમની નિયમિત જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજે 20મીએ રાજપીપળાની કોર્ટમાં આગોતરા જામીન અરજી પર સુનાવણી કરાશે


Share to

You may have missed