December 21, 2024

નેશનલ જયોગ્રાફીક મેગેઝીન દ્વારા રાજપીપળા સ્ટેટ પ્રિન્સ માનવેન્દ્રસિંહ નો ઇન્ટરવ્યૂ કરાયો

Share to



દૂરદર્શી ન્યુઝ રાજપીપળા (ઈકરામ મલેક દ્વારા)

રાજપીપળા સ્ટેટ ના રાજવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા પોતાને સમલૈંગિક જાહેર કરાયા બાદ તેઓ પોતે આ મામલે પોતાની જેમ અન્ય લોકો ને ન્યાય મળે અને તેમને સમાજ ધૃણા ની નજરે ના જુએ અને તેમની ઉપર શારીરિક કે માનસિક અત્યાર ના કરે માટે તેમણે લક્ષ્ય ટ્રસ્ટ ની સ્થાપના કરી દેશવ્યાપી કામગીરી શરૂ કરી છે.

ત્યારે તેમની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી અને અમેરિકાના જાણીતા ટીવી શો “ઓપેરા વિંફ્રે” મા પણ તેમને આમંત્રીત કરાયા હતા, ત્યારે સમયાંતરે વિશ્વ ના અલગ અલગ દેશો ની ટીવી ચેનલો, મેગેઝીન અને અન્ય માધ્યમો દ્વારા તેમની કામગીરી અને તેમના અનુભવો વિશે ડોક્યુમેન્ટરી અને લખાણો બનાવવામાં આવી રહ્યા છે અને પ્રસિદ્ધ કરાઈ રહ્યા છે.

ત્યારે ઈટાલી ના રોમ શહેર મા રહેતા જર્નલિસ્ટ જાસમીના ટેરીફ દ્વારા તેમના ભારત પ્રવાસ દરમિયાન રાજપીપળા સ્ટેટ ના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ સાથે ખાસ મુલાકાત અને તેમની LGBTQ સમૂહ બાબતે કામગીરી અને અનુભવો વિશે જાણવા અને એમના અનુભવો ને પોતાના દેશ ઇટાલી ના લોકો સુધી પોહ્નચાડવા નો તેમના હેતુસર તેઓ દિવાળી ના દિવસેજ રાજપીપળા ના મહેમાન થયા હતા.

અને રાજમહેલ સહિત અહીંયા ની સંસ્કૃતિ સહિત પ્રિન્સ મનવેન્દ્ર સિંહ ના વિચારો તેમની સમલૈંગિકો માટે ની કાયદાકીય લડત અને એમાં આવતા અંતરાયો અને સામાજિક માન્યતાઓ સહિત નું તેમણે વિસ્તૃત ઇન્ટરવ્યૂ કર્યું હતું.


Share to

You may have missed