પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જાગે તે હેતુથી જિલ્લા પોલીસવાળા ની અધ્યક્ષતામાં બોડેલી પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ યોજાયો, જેમાં બોડેલી પીએસઆઇ સીપીઆઈ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
બોડેલી પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમા બોડેલી વિસ્તારના સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો. જેમા સ્થાનિક સમસ્યાનું નિરાકરણ થાય અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગે તે હેતુથી પ્રયાસ કરાયો હતો.
જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર