ભરૂચ જિલ્લા સબજેલ ખાતેથી દિવાળી સમયે 21 વર્ષથી સજા ભોગવનાર કેદીને મુક્ત કરવામાં આવતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

Share to


ભરૂચ સબજેલમાં 21 વર્ષથી સજા ભોગવતા કેદીની સારી વર્તણૂકને ધ્યાન પર રાખી જેલમુક્ત કરાયા, જેલ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા

ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અબ્દુલ સામીયા મલેકે ૨૧ વર્ષ કરતા વધુ સમય સજા ભોગવી હતી.તેમની સારી વર્તણુકને ધ્યાને લઈ જેલ અધિક્ષક દ્વારા કેદીની વહેલી જેલમુક્તિ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા બાકીની સજા માફ કરીને વહેલી જેલમુક્તિનો આદેશ કરતા ઇ.ચા.અધિક્ષક એન.પી.રાઠોડ દ્રારા જેલ મુકત કરી સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે તેઓને જેલ મુક્ત કર્યા હતા.જેલ મુકત થતા પરીવારજનોમાં ખુશીનો સર્જાયો હતો અને પરિવાર સાથે ભેગા થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા


મિતેશ આહીર
બ્યુરો ચીફ ભરૂચ
DNS NEWS


Share to