ડેડીયાપાડા તાલુકામાં ઉમરાણ ગામની સીમમાં આવેલા ગુંદલાઆબાં ફળિયાનાં ખેડૂત ખાતેદાર આટિયા કોટવાળીયા વસાવાના ઘર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં સૉર્ટ સર્કિટ થતા ઘરમાં આગ લાગતા ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન તેમજ બે જેટલા પશુઓના મોત થયા હતા.
તારીખ 7 નવેમ્બર ના રોજ બપોરે 11.30 કલાકે ઉમરાણ ગામની સીમમાં આવેલા ખેડૂત ખાતેદાર આટિયા કોટવાળીયા વસાવાના ઘર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં સૉર્ટ સર્કિટ થતા ઘરમાં આગ લાગી હતી . જેમાં ઘરમાં બાંધેલા બે જેટલા પશુઓના મોત થયા હતા તેમજ અન્ય પશુઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ ઉમરાણ ગ્રુપ ગ્રામ પંચાયત ના તલાટી દ્વારા પંચ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.