અંદાજીત રૂ. ૬૫૦.૦૦ લાખના ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો માટે ખુલ્લુ મુકાયું*
*તુષાર સુમેરા ચેરમેનશ્રી, બૌડા અને કલેકટર, ભરૂચની પણ પ્રેરક ઉપસ્થિતિ*
*આધુનિક સુવિધાઓથી સજજ માતરિયા તળાવ નગરજનો માટે બનશે નવલું નજરાણું..*
ભરૂચ- શનિવાર – ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા લીંક રોડ પર આવેલા નવનિર્મિત માતરીયા તળાવનું લોકાર્પણ આજરોજ ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં કરવામાં આવ્યું હતું.
માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ કામગીરી ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળને નવેમ્બર-૨૦૨૨ થી સોંપવામાં આવી હતી.
ભરૂચ શહેરની મધ્યમાં લીંક રોડને અડીને આવેલ ૧.૮ કી.મી. લંબાઈનો કિનારો તથા ૨,૪૪,૮૧૩ ચો.મી. નો લેન્ડ એરીયા અને ૧,૫૪,૯૧૮ ચો.મી. નો પાણીનો એરીયા ધરાવતું માતરીયા તળાવને સુશોભીત કરવા અંદાજીત રૂ।. ૬૫૦.૦૦ લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ ભરૂચ નગરજનો માટે આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તુષાર સુમેરા(IAS) ચેરમેનશ્રી, બૌડા અને કલેકટરશ્રી, ભરૂચ ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે પ્રાંસગિક ઉદબોધન આપ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને જિલ્લાના આગેવાનશ્રીઓ, બૌ઼ડા કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
( બોકસ)
સુવિધાઓથી સજજ માતરિયા નગરજનો માટે નવલું નજરાણું…
કોલોનેડ થીમને આધારીત વિશાળ પ્રવેશ દ્વાર, ટુ- વ્હીલર તથા ફોર-વ્હીલર માટે પૂરતી પાર્કીંગ વ્યવસ્થા, ટુ- વ્હીલર પાર્કીંગ ઉપર સોલાર પેનલ સહિતનો શેડ, પુરૂષ-સ્ત્રીઓ માટે અલગ-અલગ ઓપન જીમના સાધનો, યોગા ગાર્ડન, આર્ટ ગેલેરી, નાના છોકરાઓ માટે રમત ગમતના વિવિધ સાધનોમાં વધારો, એમ્પીથીયેટર, ફુવારા, ગઝેબો, ફુડ કોર્ટ, ડેડીકેટેડ જોગીંગ ટ્રેક, ફોરેસ્ટ ટ્રેઈલ, તળાવની ફરતે આવેલ પાળને થયેલ નુકશાનનું સમારકામ/બાંધકામ તથા પ્રોટેકશન ડ્રીલનું સમારકામ તથા રંગકામ, ટોઈલેટ બ્લોકનું રિનોવેશન, વોકીંગ ટ્રેકની સમાંતર બેસવા માટે વ્યવસ્થા અને પીવા માટેના શુદ્ર પાણીની વ્યવસ્થા, પરીસરને ફરતે સાથેની લાઈટીંગ તથા સ્પીકરની વ્યવસ્થા, પરીસરને ફરતે આવેલ કમ્પાઉન્ડ વોલનું કામ બગીચામાં સલામતીના હેતુથી સીસીટીવી કેમેરા તથા બગીચામાં ફુડકોર્ટનું આયોજન કરી તેની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી નગરજનોને બગીચામાં જ જરૂરી ખાવા-પીવાની જરૂરી વસ્તુઓ મળી રહેશે. ભવિષ્યમાં બોટીંગ શરૂ કરી શકાય તે માટે જેટીનું પ્રાથમિક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે. પમ્પ પાસે ઈનલેટ ચેનલ ઉપર આર્ક બ્રીજ બનાવવામાં આવશે. માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર બનશે. જરૂરી લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન કામનો સમાવેશ કરી અંદાજીત રૂ।. ૬૫૦.૦૦ લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ