ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ના સમર્થન મા ડેડીયાપાડા “સજ્જડ બંધ”

Share to




પ્રતિનિધિ રાજપીપળા:-

વન વિભાગના કર્મચારીઓને ધમકાવી માર મારી ખંડણી ઉઘરાવી તેઓને ડરાવવા માટે હવામાં ગોળીબાર કરવા જેવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમની પત્ની શકુંતલાબેન તેમના અંગત મદદનીશ અને એક ખેડૂત સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં વન વિભાગના કર્મચારીએ ફરિયાદ આપતા સનસનાટી મચી જવા પામી હતી.

ગઈકાલે 3 નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના પોલીસવાળા દ્વારા આ મામલે મીડિયા સામે માહિતી મૂકવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે પોલીસે ગુનો દાખલ કર્યાની વાત પ્રસરી જતા તેમના સમર્થકોમાં અને રાજકીય વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને એવું કહ્યું હતું કે ચૈત્ર વસાવાને ભાજપ સરકાર દ્વારા રાજકીય બદલો લેવાની ભાવનાથી તેમની સામે ખોટા આરોપો મુકાયા છે તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે.

ગઈકાલે ત્રણ નવેમ્બર ની મોડી સાંજે આમ આદમી પાર્ટીના નેતા અને એડવોકેટ એવા ગોપાલ ઇટાલીયા ડેડીયાપાડા આવી પહોંચ્યા હતા અને ચૈત્ર વસાવાની પત્ની તેમના મદદનીશ અને અન્ય એક ખેડૂત તરફથી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સામા પક્ષે ડેડીયાપાડા પોલીસે ત્રણેય રિમાન્ડ ઉપર લેવા માટેની કોર્ટ પાસે મંજૂરી માંગી હતી પરંતુ કોર્ટ પોલીસની માંગણી નકારી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટેનો હુકમ કર્યો હતો, ત્યારે બીજી તરફ ડેડીયાપાડા પંથકમાં ચૈત્ર વસાવાના સમર્થનમાં ચાર નવેમ્બરના રોજ બંધ પાડવાનો એલાન કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેના પગલે આજે 4 નવેમ્બર ની સવારથી જ અજંપરી પરિસ્થિતિ વચ્ચે ડેડીયાપાડના બજાર રોડ સજ્જડ બંધ રહ્યા હતા અને ચેતર વસાવા અને તેઓએ પોતાનો સમર્થન આપ્યું હોય તેવું જણાઈ રહ્યું છે


Share to