


* SP મયુર ચાવડા-પોલીસતંત્રની કાયઁવાહીથી કાયદો-વ્યવસ્થા મજબુત બનશે : સાંસદ મનસુખભાઇ વસાવા
* સાંસદે ભરૂચ પોલીસની કાયઁવાહીને બિરદાવતા ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા
* ભાજપના મોટા માથાની સંડોવણી બહાર આવી
તા.૩૦-૧૦-૨૦૨૩ ભરૂચ-નેત્રંગ.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ એલસીબી પીએસઆઇ આર.કે ટોરાણી અને પો.કમીઁ નાઇટ પેટ્રોલિંગમાં હતા.જે દરમ્યાન હાઇવા-ડમ્મર ટ્રક નં-જીજે-૧૬-ડબલ્યુ-૨૯૭૮ માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી વાલીયા તાલુકામા મોદલીયા-પઠારના ભદામ કંપનીમાં કંટીગની પ્રવૃતિ ચાલુ છે.તેવી બાતમીના આધારે તપાસ કરતાં શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ :- ૫૫૪૮ જેની કિંમત રૂ.૬.૨૩.૨૦૦ અને હાઇવા-ડમ્મર રૂ.૧૦ લાખ મળીને રૂ.૧૬,૨૩,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ હતો.
ઉલ્લેખનીય છે કે,વાલીયાના પઠાર ગામેથી વિદેશી દારૂનો જથ્થો પકડાતા ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,ભરૂચ એલસાબી પોલીસને અભિનંદન,તેઓએ વાલીયા તાલુકાના પઠાર ગામ દિનેશ વસાવાના ખેતરમાંથી એક ટ્રકમાંથી ૧૪૮ પેટી વિદેશી દારૂનો જથ્થો હિંમતભેર પકડ્યો છે.જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર તત્વોની સામે જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના માગઁદશઁનમાં સખ્તાઇથી કામ થઇ રહ્યું છે.જેના કારણે કાયદો-વ્યવસ્થા મજબુત છે,સૌ શાંતિ સલામતિ અનુભવી રહ્યા છે.સાંસદે ભરૂચ પોલીસની કાયઁવાહીને બિરદાવતા ભરૂચ જીલ્લા સહિત ઝઘડીયા વિધાનસભાના રાજકારણમાં ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે.

More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના