મહુવા ખાતે પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ અર્પણ કરાયો.

Share to

જાણીતા ગુજરાતી કવિ શ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા.

પરમ પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ ૨૮ઓકટોબર શરદ પૂર્ણિમાના શુભ અવસરે મહુવા ખાતે જગતગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાણીતા ગુજરાતી કવિ શ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૩ ના વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિ ઉદયન ઠકકરને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના સાહિત્યિક પ્રદાનની વંદના કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ શરદ પૂર્ણિમાએ યોજાયેલા કાર્યક્રમમાં નરસિંહ મહેતા એવોર્ડ માટે ચયન સમિતિએ પસંદ કરેલા વર્ષ ૨૦૨૩ ના એવોર્ડ પ્રાપ્તકર્તા મૂળ ગુજરાત કચ્છના અને હાલ મહારાષ્ટ્ર મુંબઈ સ્થિત કવિશ્રી ઉદયન ઠક્કરને સાહિત્યનો સન્માનનીય ગણાતો નરસિંહ મહેતા એવોર્ડ મોરારી બાપુના વરદ હસ્તે આપી તેમના સાજન માજન પોંખણા કરવામાં આવ્યા છે. શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા જિલ્લો, ભાવનગર ખાતે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૩, ના રોજ આયોજિત એવોર્ડ અર્પણ સમારોહ સર્જક શ્રી ઉદયન ઠક્કરને શ્રી નરસિંહ મહેતા એવોર્ડ, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિ એનાયત કરી એમના કાવ્યકર્મની વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક મંગલ ઉદબોધન દ્વારા આશીર્વચન આપી સર્જક અને સર્જકના કર્મને શબ્દપુસ્પો વડે વધાવ્યાં હતાં. ગુજરાતી ભાષાના દિગ્ગજ અને ગણમાન્ય વિદ્વજનોની ઉપસ્થિતિમાં વિખ્યાત કવિશ્રી ઉદયન ઠક્કરને અપાયેલા ૨૦૨૩ના નરસિંહ મહેતા એવોર્ડથી મુંબઈ અને ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાતી સાહિત્યના એક સરળ,સૌમ્ય અને જીવંત કવિને પોખ્યાનો આનંદ જોવા મળી રહ્યો છે.


Share to