૧૦ દિવસના સમય ગાળામા ૧૫ મહિલા સહિત અન્ય ૭ મળી કુલ્લે ૨૨ બુટલેગર ઝડપાયા.
દારૂ ના નશામા આદિવાસી યુવાધન બરબાદ થઈ રહ્યુ છે, નાની ઉમર માજ આદિવાસી પરીણીતાઓ વિધવા બની રહી છે.
નેત્રંગ. તા,૨૫-૧૦-૨૩.
નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર મા તંત્ર સાથે સીધી લેતીદેતી ની ચાલતી હપ્તા વાળીને લઈ ને નેત્રંગ નગર સહિત તાલુકા ભરના ગ્રામ્ય વિસ્તારોમા દેશી – વિદેશી દારૂ નુ વેચાણ બેરોકટોક બુટલેગરો કરતા હોવાને લઇ ને નેત્રંગ પોલીસ દ્રારા માત્ર નવ દિવસના સમય ગાળામા પંદર મહિલાઓ સહિત અન્ય સાત બુટલેગરો મળી કુલ્લે બાવીસ બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસર ની કાયઁવાહી કરી અટકાયત પગલા ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ પછાત તાલુકાઓમા પોલીસ તંત્ર ની સીધી રહેમનજર હેઠળ ચાલતા દેશી વિદેશી દારૂ ના અડાઓ ને લઈ ને આદિવાસી યુવાધન બરબાદ થઈ રહ્યુ હોવાને લઈ ને ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી જાહેર મા બુટલેગરો પોલીસ તંત્ર ની મીલીભગત ની પોલ બહાર પાડી દીધી છે. ત્યારે રાજ્ય નુ ગુહ વિભાગ આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરશે તેના બદલે આ ધંધાઓ બેફામ પણે ચાલી રહ્યા છે. તેનો નમુનો નેત્રંગ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી માત્ર દસ દિવસ મા બાવીસ બુટલેગરો ઝડપાયા તે શુ બતાવે છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તા ૧૨ થી લઇ ને ૨૧ ઓકટોબર સુધી ના દશ દિવસ ના સમય ગાળામા અલગ અલગ બીટ વિસ્તારોમા રેડ કરીને દેશી વિદેશી દારુનુ વેચાણ કરનારા બુટલેગરોને ઝડપી લીધા. જેમા (૧) વીણા શંકર વસાવા રહે રમણપુરા. (૨) ઉર્મિલા ચંદસીંગ વસાવા રહે નિચલુ ફળીયુ કોલીયાપાડા.(૩) કલ્પના ગુલાબ વસાવા રહે રમણપુરા. (૪) સરસ્વતી અરવિંદ વસાવા રહે ડીપી ફળીયુ ફલવાડી. (૫) શકુંતલા ધર્મેન્દ્ર વસાવા રહે ભગત ફળીયુ ચંદવાણ (૬) ધીરી સકીલાલ વસાવા રહે, નીચલુ ફળીયુ કોલીયાપાડા. (૭) ગુણવંતા સુરેશ વસાવા રહે નિશાળ ફળીયુ જુની જામોની મૌઝા. (૮) લીલા ચંદસીંગ વસાવા રહે નિશાળ ફળીયુ ટીમરોલીયા. (૯) નિરુ દાદુ વસાવા રહે પટેલ ફળીયુ કોચબાર. (૧૦) રમીલા નગીન વસાવા રહે નિચલુ ફળીયુ કોલીયાપાડા (૧૧) મંજુ પ્રભાત વસાવા રહે નોળીયા કંપની નેત્રંગ. (૧૨) ભારતી દિનેશ વસાવા રહે લાલ મંટોડી નેત્રંગ. (૧૩) ચંચળ રમેશ વસાવા રહે ડીપી ફળીયુ કામલીયા.(૧૪) મીના ગણેશ વસાવા. રહે નિશાળ ફળીયુ સાકવા (૧૫ ) રવિન્દા ઠાકોર વસાવા રહે નિશાળ ફળીયુ કાંટીપાડા ( ૧૬ ) હસમુખ રામુ રહે ભગત ફળીયુ કાંટીપાડા. (૧૭) દિલીપ મગન રહે નિશાળ ફળીયુ મોટા જાબુંડા (૧૮) સુભાષ રામજી ચૌધરી રહે ટાંકી ફળીયુ નવી જામુની મૌઝા.(૧૯) મણીલાલ કરશન વસાવા રહે કુવા ફળીયુ ધાંણીખુટ (૨૦) રાજેન્દ્ર રમેશ રહે હોળી ચકલા ફળીયુ કોયલી માંડવી (૨૧) દિનેશ મગન વસાવા રહે કોચબાર કંપની (૨૨) મહીજી અમરસીંગ વસાવા રહે પંચાયત ફળીયુ અરેઠી. ઉપરોક્ત તમામ ની સામે કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામા આવી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***
ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો*
*હાંસોટ એપીએમસી ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ સહભાગી બન્યા*