વિજયા દશમી નિમિત્તે નેત્રંગ પોલીસ સ્ટેશન મા શસ્ત્ર પૂજન કરાયું

Share toનેત્રંગ. તા.૨૫-૧૦-૨૩.

નેત્રંગ પોલીસ સ્ટેશન સહિત તાલુકામા વસ્તા ક્ષત્રિય સમાજ ના તેમજ અન્ય સમાજના લોકોએ
વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન કર્યું હતુ.
નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે આસુરી શકિત પર દેવી શક્તિની વિજયના પવઁ આસો સુદ દશમ વિજયા દશમીની ઉજવણી ઉત્સાહ પુવઁક કરવામા આવી હતી. પી.એસ.આઇ.આર,આર,ગોહિલ તેમજ  બીટના જમાદારો, રાઇટરો,  પુરુષ,મહિલા પોલીસ કમઁચારીઓ ની હાજરીમા શસ્ત્ર પૂજન વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે ક્યુ હતુ. આ પ્રસંગે મહિલા પોલીસ કમઁચારીઓ થકી આકર્ષક રંગોળી પણ પોલીસ સ્ટેશન મા કરવામા આવી હતી, નેત્રંગ નગર સહિત તાલુકામા વસતા ક્ષત્રિય સમાજ તેમજ વસઁ સમાજ ના લોકોએ પણ વિજયા દશમીના પાવન પર્વ ને શસ્ત્ર પૂજન કરાયું હતુ.

*વિજય વસાવા નેત્રંગ*


Share to