December 23, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ભરૂચ દ્રારા ભરૂચ નગરનો વિજ્યાદશમી ઉત્સવની ઉજવણી.

Share to


પથ સંચલન અને પ્રક્ટ કાર્યકમનું આયોજન સંપન્ન
ભરૂચ:- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , ભરૂચ દ્વારા વિજ્યાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન અને પ્રક્ટ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું . વિજયાદશમી આપણો વિજયોત્સવ છે, વિશ્વની આસુરી શક્તિઓ પર સાત્વિક શક્તિઓ દ્વારા મેળવેલા વિજયનું પ્રતિક છે, સમાજની સજ્જન શક્તિને જાગૃત, સંગઠિત અને સક્રિય કરીને રાષ્ટ્રકલ્યાણ તથા વિશ્વકલ્યાણના માર્ગ પર અગ્રેસર બની બધા આવા મહાન વિજયપથના પથિક બને તેવા આશય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ દ્વારા વિજ્યાદશમી નિમિતે પથ સંચલન તેમજ પ્રક્ટ કાર્યક્રમનું આયોજન ઝાડેશ્વર મધુરમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય અતિથિ તરીકે તેમજ
વક્તા તરીકે રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાન મુલદના શ્રી સ્વામી નામદેવ. તેમજ વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્ર સહ કાર્યવાહક યશવંતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જીલ્લા સંઘ સંચાલક ડોકટર શ્રીકૌશલભાઇ પટેલ,નગર સંઘચાલક હરેશ પટેલ, સહિત અન્ય હોદ્દેદારો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા ….


Share to

You may have missed