અકસ્માત પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા
નસવાડી તરફ જઈ રહ્યો હતો તે સમયે સ્ટેરીંગ પર નુ કાબુ ગુમાવતા અકસ્માત
બોડેલીના તાંદલજા પાસે એ ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે
બોડેલી નસવાડી હાઈવે પર બોડેલી થી 6 કિલોમીટર દૂર તાંદલજા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તાંદલજા ગામના કોતર પાસે આવેલ વૃક્ષ પર બાઈક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જોરદાર અથડાતા માથાના ભાગમાં ઇજા થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ બાઈક ચાલક નું મોત નીપજ્યું હતું ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગ્રામજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ 108 ને બોલાવવામાં આવી હતી અને 108 પણ ઘટના સ્થળે આવી હતી પણ બાઈક ચાલકનો ઘટના સ્થળે મોતનીપજ્યું હતું તાંદલજા અકસ્માતનો બનાવ બન્યો હતો તે જગ્યા પર વારંવાર અકસ્માત ના બનાવો બને છે તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે મૃતક વ્યક્તિ નું નામ રણજિત ભાઈ બારીયા જેઓ લીમખેડા નાની વાસવાણી ગામ ના હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે સ્થળ પર ભીડ એકત્રિત થઈ હતી અને મૃતકને એમ્બ્યુલન્સ દ્વારા નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને બોડેલી પોલીસ આવી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો