December 23, 2024

વિદાય સમારંભ: પ્રાથમિક શાળા થવા બ્રાન્ચમાં શ્રીમતી પુષ્પાવતી નવલસિંગ રજવાડી નો વિદાય સમારંભ યોજાયો;

Share to



ભરૂચ: નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ નાં શિક્ષિકા શ્રીમતી પુષ્પાવતી નવલસિંગ રજવાડીનો વિદાય સમારંભ યોજાયો હતો.

કાર્યક્રમમાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાનાં સંસ્થાપક માનસિંગ દાદા, T.P.E.O.શ્રી સુરેશભાઈ, સરપંચ શ્રીમતી સુશીલાબેન, ભરૂચ જિલ્લા શૈક્ષિક સંઘ અધ્યક્ષ પુષ્પરાજ સિંહ, રાજ્ય કારોબારી સભ્ય જીતેન્દ્ર સિંહ, શૈક્ષિક સંઘ નેત્રંગ તાલુકા અધ્યક્ષ રાજનભાઈ, BRS આચાર્ય શ્રી ડો.દિનેશભાઈ, MSW આચાર્ય શ્રી વિનોદ સોનવણે, એક લવ્ય વિદ્યાલય નાં આચાર્યશ્રી પ્રવિણભાઈ, શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવા, SMC અધ્યક્ષશ્રી , ગ્રુપ આચાર્યશ્રી, સી.આર.સી, જુથ શાળાના તમામ મુખ્ય શિક્ષકો, શાળાના વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

વિદાય પ્રસંગે શ્રીમતી પુષ્પાવતીબેન ને ઉપસ્થિત મહેમાનો અને શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળ, સાકર તથા મોમેન્ટો આપી શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. વિદાય લેતા પુષ્પાવતીબેન રજવાડી એ શાળાના દરેક ક્લાસ માટે ઘડિયાળ ભેટ આપી બહુમાન કર્યું હતું. કાર્યક્રમની અંતે શાળાના શિક્ષિકા શ્રીમતી રંજીતાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક શ્રી રવિકુમાર ગામીત તેમજ શ્રીમતી ગીતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

*ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષિકા તરીકે ૩૭ વર્ષ સુધી સુદીર્ધ નિયમન તથા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી;*

*પ્રકૃતિની ગોદમાં સાતપુડા પર્વતની તળેટીમાં આવેલ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ઘાણીખૂંટ ગામમાં દિનાંક ૦૯/૦૭/૧૯૬૫નાં રોજ સેવા પરાયણ અને કર્તવ્યનિષ્ઠ નવલભાઈને ત્યાં તેમનો જન્મ થયો હતો. બાળપણથી જ નિષ્ઠા, કર્તવ્ય,અને ધર્મના આગ્રહી બની તેઓએ કાર્યો કર્યા છે. પ્રાથમિક શિક્ષણ મુલ્કાપાડામાં તથા માધ્યમિક શિક્ષણ એમ.ટી.એમ ગર્લ્સ હાઈસ્કુલ, અંકલેશ્વરમાં પૂર્ણ કર્યુ તેમજ એક શિક્ષકના પુત્રી તરીકે અને કૌટુંબીક પરિસ્થિતિને ધ્યાને લઇ કુટુંબ સંગઠનની શુભ ભાવનાને લીધે પી.ટી.સી બોરસદમાં ૧૯૮૭માં પાસ કર્યુ અને પ્રાથમિક શિક્ષક તરીકેનો હવાલો પ્રાથમિક શાળા ઘાણીખૂંટ નવીમાં ૧૪/૧૨/૧૯૮૯ થી સ્વીકાર્યો.
તેઓએ શિક્ષિકા તરીકે નેત્રંગ તાલુકાના ઘાણીખૂંટ નવી ગામેથી શુભ શરૂઆત કરી ત્યાર બાદ પ્રાથમિક શાળા મંડાળામાં તારીખ:૦૮/૦૬/૧૯૯૦ થી ૧૯/૦૭/૧૯૯૦ સુધી આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે, તારીખ ૨૦/૦૭/૧૯૯૦ થી ૧૨/૦૬/૧૯૯૩ સુધી ઘાણીખૂંટ નવી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે, ઘાણીખૂંટ જૂની પ્રાથમિક શાળામાં તારીખ:૧૨/૦૬/૧૯૯૩ થી ૩૦/૦૬/૧૯૯૯ સુધી આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે, થવા મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ: ૦૧/૦૭/૧૯૯૯ થી ૦૫/૧૨/૨૦૦૧ સુધી આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે તથા *થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તારીખ:૦૫/૧૨/૨૦૦૧ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે સેવા આપી છે.* પોતાનો પરિવાર હોય કે સમાજ હોય કે પછી શાળા પરિવાર, જળકમળવત્ રહીને ફરજ પર રહેવાનું કમળથી વિશેષ બીજું કોણ સમજાવી શકે? તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા શાળા પ્રત્યેની વફાદારી અને નિ:સ્વાર્થ તેમજ પ્રામાણિક કાર્યપ્રણાલી શાળા પરિવાર ને હંમેશા યાદ રહેશે.


Share to

You may have missed