December 22, 2024

સરકાર દ્વારા ફાળવેલી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ કરી લોકોના વિકાસ કાર્ય માટે વાપરવા તાકિદ કરતા પ્રભારી મંત્રીશ્રી પરમાર

Share to


નર્મદા જિલ્લાના એકતાનગર સરકિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઈ
રાજપીપલા, શુક્રવાર :- ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં એસ.એસ.એન.એલ સરકિટ હાઉસ, એકતાનગર ખાતે જિલ્લાના સબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની એસ્પિરેશનલ જિલ્લામાં કરવામાં આવતી યોજનાકીય અને વિકાસના કામોની સમીક્ષા ગઇ કાલે બપોરે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી. સવારે મંત્રીશ્રીએ – સરદાર સરોવર ડેમ અને ગુજરાત ઇલેક્ટ્રીક સીટી પાવર હાઉસની પણ મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ દ્વારા મંત્રીશ્રીનું શાબ્દીક સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા અને અધિક નિવાસી કલેક્ટરશ્રી ગાંધી દ્વારા વિવિધ વિભાગોની કરવામાં આવેલ કામગીરી અને આપવામાં આવેલ લક્ષ્યાંક, સિધ્ધ કરવામાં આવેલી વિગતો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ વિભાગોના અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં થયેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને મંજૂર થયેલ મહેકમ અને ખાલી રહેવા પામેલ જગ્યાની માહિતીથી પ્રભારી મંત્રીશ્રીને માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા, સમાજકલ્યાણ, સમાજ સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આરોગ્ય, શિક્ષણ, પ્રાયોજના વહીવટદાર આદિજાતિ, પંચાયત અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આઈ.સી.ડી.એસ., ફોરેસ્ટ, જિલ્લા આયોજન વિભાગ દ્વારા ભૌતિક સિધ્ધિ અને બાકી રહેલા લક્ષ્યાંકની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આંકડાકીય રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ રીવ્યુ બેઠકમાં એકતાનગરમાં કામદારોને અપાતા વેતન તેમજ શ્રમિકોને દૈનિક કેટલું વેતન આપવામાં આવે છે. તેમજ શિક્ષણની ગુણવત્તા અને પરિણામ સુધારણા પર ભાર મૂકયો હતો. સાથે લોકોને આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે મળે, સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર લેતા થાય અને PMJAY કાર્ડ સૌને મળે તે જોવા ઉપર ભાર મૂકયો હતો. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શૌચાલય બાંધવામાં આવે છે તેનો લાભ લોકો લે છે, પણ તેનો હેતું જેના માટે નાણાં અપાય છે તે હેતું સિધ્ધ થવું જોઈએ. જનપ્રનિધિઓ દ્વારા નિર્દેશ કરાયેલા કામોને વહીવટી મંજૂરી બહાલ કરી લોકોને વિકાસ કામો ઝડપથી થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
પ્રભારી મંત્રીશ્રીએ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયેલા કામો અંગે સંતોષ વ્યક્ત કરી હજી વધુ સારી રીતે લોકોને મુશ્કેલી વિના વિકાસના કામો અને સરકારી યોજનાઓનો લાભ આપવા હિમાયત કરી હતી. અને સરકાર દ્વારા જે તે બજેટ હેડમાં ફાળવેલા નાણાકીય વર્ષમાં તેનો પુરેપુરો ઉપયોગ થાય અને લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે દિશામાં કામ કરી એસ્પિરેશનલ જિલ્લાની તાસીર બદલવા અનુરોધ કર્યો હતો. અને સમીક્ષા બેઠકમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહે તે ઇચ્છનીય છે તેમ જણાવ્યું હતુ.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજકુમાર અને મિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Share to

You may have missed