વિરપુર તાલુકા કક્ષાનો કૃષિમેળો ધારાસભ્યની અધ્યક્ષતામા હાંડીયા ખાતે યોજાયો..

Share to



ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપ્યું…

વિરપુર તાલુકા તાલુકા કક્ષાનો કૃષિ મેળો હાંડીયા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કૃષિ મેળામાં ખેડૂતો અને પશુપાલકોને લગતા વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો અને ખેતી માટે પ્રેરણા આપતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાંડીયા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર. પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક તેમજ બાગાયત ખેતી માટે પ્રેરણા આપવામાં આવી હતી. જ્યારે હાલ યુરિયા અને ડીએપી ખાતર સહિત પેસ્ટીસાઇડ દવાઓનો છંટકાવ કરવાથી હાલ ડાયાબિટીસ અને બીપીના દર્દી વધ્યા છે અને બીમારી ઘરે ઘરે જોવા મળી રહી છે ત્યારે આ બીમારી વધુ ગંભીર ના બને તે માટે દેશી ગાયના છાણમાંથી ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરવાથી આરોગ્ય પ્રદાન અનાજ પેદા કરવામાં આવરો તો બીમારીઓનું પ્રમાણ ઘટશે જેવી ખેડૂતોને અનેક પ્રકારનુ માર્ગદર્શન આવેલ અધીકારીઓએ પુરૂ પાડ્યું હતું આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,મહીસાગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ચેરમેન પિનાકીનભાઈ શુક્લ,જીલ્લા પંચાયત સદસ્ય પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પ્રતિનિધિ રમતુભાઇ બારીયા તેમજ વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલભાઈ પટેલ, હાંડીયા સરપંચ જીજ્ઞાબેન બારોટ,જીલ્લા કિસાન મોર્ચા પ્રમુખ દિનેશભાઇ પટેલ,તાલુકા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ તેમજ અશ્વિનભાઇ જ્યોતિબેન સહિતના વિવિધ વિભાગોમાંથી આવેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર . નાથુસિંહ પરમાર વીરપુર મહિસાગર


Share to