December 23, 2024

સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે આગામી ૯ અને ૧૦ ડિસેમ્બર-૨૦૨૩માં બે દિવસીય ઉત્સવ યોજાશે

Share to

ભરૂચમાં ઉજવાશે શુકલતીર્થ ઉત્સવ

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષપદે બેઠકનું આયોજન કરાયું

ભરૂચ: બુધવાર: સરકારશ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૯ અને ૧૦ ડિસેમ્બર-૨૦૨૩માં એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા અંગેની બેઠક યોજાઈ હતી.

ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ ખાતે બે દિવસીય ઉત્સવનું આગોતરૂ આયોજન થનાર છે, આ હેતુસર જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીના અધ્યક્ષપદે બેઠકનું આયોજનમાં કરવામાં આવ્યું હતું. ભરૂત જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે. ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન અંગે મિંટીંગનું આયોજન કરાયું હતું.

ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત અમલિકરણ અધિકારીઓને મેળા અંગેના આયોજન અંગે સુચારૂ વ્યવસ્થા થાય તે માટેના જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

આ મિંટીંગમાં અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed