રાજપીપલા, બુધવાર :- સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજપીપળા (નર્મદા) દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોરવ્હીલર (નોનટ્રાન્સપોર્ટ) વાહનોને લેગતી હાલની સિરિઝનું રિ-ઓક્શન કરવામાં આવનાર છે. જેમાં ટુ વ્હીલર માટે GJ22M, GJ22N, GJ22Q અને GJ22R તેમજ ફોર વ્હીલર વાહનો માટે GJ22H અને GJ22P સીરિઝનું રી-ઓક્શન તા.૨૦/૧૦/૨૦૨૩થી શરૂ કરવામાં આવનાર છે. આ ઓક્શનમાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું ઈન્સપેક્શન કરાવીને http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી રિ-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલી પ્રક્રિયા તેમજ સૂચનાઓ અનુસરવાની રહેશે.
અરજદારે અરજી કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈને તેમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવાનું રહેશે. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવી ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. જેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવાનો રહેશે. હરાજીમાં નંબર મેળવ્યા બાદ “૫” (પાંચ) દિવસમાં હરાજીની બાકીની રકમ ભરપાઈ કરવાની રહેશે અને હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવી લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
નવી સીરિઝનના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૨૦/૧૦/૨૦૨૩ના સાંજે ૦૪:૦૦ કલાકથી તા.૨૨/૧૦/૨૦૨૩ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન (રજીસ્ટ્રેશન) કરવાની રહેશે. તેમજ તા.૨૨/૧૦/૨૦૨૩ના સાંજે ૪:૦૦ કલાકથી ૨૪/૧૦/૨૦૨૩ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં ભાગ લેવાનો રહેશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
More Stories
ઝઘડિયા ના યુવા એડવોકેટનું દ્વારકાની યાત્રા દરમિયાન હૃદય રોગના હુમલાથી મરણ થયું યુવા એડવોકેટ સતીશ વ્યાસ દિવાળી વેકેશન દરમિયાન પરિવાર સાથે દ્વારિકા યાત્રા પર ગયા હતા.
જૂનાગઢના કેશોદના હીતભાઈ ઠકરાર ડાયાબીટીશના દર્દીનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ખોવાય જતા જૂનાગઢ પોલીસે માત્ર ૧૫ જ મિનિટમાં શોધીને અરજદારને પરત કર્યું
“મારી ઘરવાળી ના ત્રાસથી હુ કંટાળી ગયેલ છુ જેથી તેને પતાવી દેવાની છે” ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.