અમરેલીના ચલાલા ગામની ભુવા કન્યા શાળામાં વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસો ટકાડી રાખવા રાસ ગરબા નું આયોજન કરાયું

Share to



અમરેલીના ચલાલા ગામની ભુવા કન્યા શાળા માં સન્માન સમારોહ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાંશાળામાં અભ્યાસની સાથે વર્ષ દરમિયાન અવાર નવાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવે છે જેમાં ખાસ ધારાસભ્ય જે.વી.કાકડીયા, ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય જે,વી, કાકડીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ શિક્ષણ માટે પૂરતું નથી અભ્યાસક્રમની સાથે કેટલીક વિશિષ્ટ અને પાયાની સહ અભ્યાસિક પ્રવૃત્તિ અભ્યાસક્રમોને પોષે છે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય નેતાગીરી તાલીમ મળે જ્ઞાન કૌશલ્ય કેળવાય અને શિક્ષણના ઉદ્દેશ્યો વિદ્યાર્થીમાં આદર્શ મય બને તેના માટે શૈક્ષણિક શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલા માટે વર્ષ દરમિયાન કરવામાં આવે છે આ સાથે શાળાના રાસ ગરબાના આયોજનમાં બોહળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ અને શિક્ષકો તેમજ પૂ રતીદાદા, જયંતીભાઈ પાનસૂરિયા,ઉદયભાઈ ભગત, પ્રવીણભાઈ માલવીયા, ભઈલુભાઈ વાળા, જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, ચાપરાજભાઇ, અવિરાતભાઈ માલા, રણજીતભાઈ ભગત, રસિકભાઈ મકદાની, વનરાજભાઈ જેબલિયા, પ્રદીપભાઈ હિરપરા, રાજુભાઈ જાની હરેશભાઈ જેબલિયા, હર્ષદભાઈ સરવૈયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને જોશ પૂરો પાડ્યો હતો

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to