બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના યુવાને અગ્નિવીરની તાલીમ પૂરી કરી માદરે વતન આવતાં ગામ જનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Share toબાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના કનૈયાલાલ પ્રવીણભાઈ રાવળ અગ્નિવીર માટે ટ્રેનિંગ મા જબલપુર (એમ.પી)ખાતે ૭ મહિનાની તાલીમ માટે ગયેલ હતા તેઓએ મેઘાલય ખાતે પોસ્ટિંગ મેળવ્યું અને ગ્રેનેડિયર તરીકે નોકરી મેળવી છે ત્યારે ગઈ કાલે તેઓ એ અગ્નિવીર તાલીમ પૂરી કરી માદરે વતન આવતાં ગ્રામજનો તેમજ રાવળ સમાજના આગેવાનો દ્વારા ઉમળકાભેર આર્મી જવાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.આર્મી જવાનને ઘોડા ઉપર બેસાડી ડીજે ના તાલ સાથે ગામમાં ફેરવવામાં આવ્યા હતા.આ સમયે દેશભક્તિ ગીતો ગૂંજ્યાં હતાં. અગ્નિવીર યુવાનનું સ્વાગત જેઠોલી ગામના સરપંચ દિપકભાઈ પંચાલ તેમજ ગ્રામજનો
દ્વારા ઉમડકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

*બાલાસિનોર. સાગર ઝાલા*


Share to

You may have missed