ભરૂચઃ શનિવારઃ- ગુજરાત સરકારશ્રીની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ. લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે.
આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓને કોઈ મદદની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે. અભયમ રેસ્ક્યું ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવેલ છે આમ ગુજરાત ની મહિલાઓ ને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે.
મહિલાઓને ખાસ નિવેદન કે આપના પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમયમાં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી, અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવાથી સુરક્ષિત અને આનંદથી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે.
કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલમાં “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ