December 23, 2024

*સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત બાલાસિનોર બસ સ્ટેશનની સફાઈ કરાઈ

Share to



સાગર ઝાલા ‌- બાલાસિનોર


સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી ૮ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ તાલુકા દીઠ આયોજન કરીને મહત્તમ લોકોને સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડવા કામગીરી કરાઇ રહી છે. ત્યારે આજરોજ બાલાસિનોર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.
આજરોજ મહીસાગર જિલ્લામાં આવેલા બસ સ્ટેન્ડ સામૂહિક સફાઈ અભિયાન અંતર્ગત બાલાસિનોર ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વછતા હી સેવા અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ,એસ ટી ડેપોના કર્મયોગી , તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા બસ સ્ટેશનમાં સફાઈ કામગીરી કરી અભિયાનમાં જોડાયા હતા.


Share to

You may have missed