December 23, 2024

જૂનાગઢના ભેસાણ ના માધવ શૈક્ષણિક સંકુલ માં વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસો ટકી રાખવા માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

Share to




જૂનાગઢના ભેસાણના માધવ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટી પ્રિતેશભાઈ ઠેશિયા એ જણાવ્યું હતુંકે વિદ્યાર્થીએ શક્તિનો પુંજ છે, અને દરેક વિદ્યાર્થી માં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય છે. આ શક્તિનો યોગ્ય વિકાસ કરવો એ શાળાનો મૂળ હેતુ છે.આજના યુવા વિદ્યાર્થીઓમાં મનોબળ સ્થાપવા, , નેતાગીરીની તાલીમ પૂરી પાડવા, રાષ્ટ્રીય કાર્યોમાં સહભાગી બનવા, ઉચ્ચ આદર્શોના અવતરણ માટે વ્યવસાયિક તૃપ્તિ માટે શિક્ષણ આવશ્યક છે. પણ ફક્ત અભ્યાસક્રમ આ શિક્ષણ માટે પૂરતો નથી. તે માટે અભ્યાસક્રમની સાથે કેટલીક વિશિષ્ટ અને પાયાની સહઅભ્યાસિક પ્રવૃત્તિ અભ્યાસક્રમને પોષે છે .વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય, નેતાગીરીની તાલીમ મળે, જ્ઞાન કૌશલ્યો કેળવાય, અને શિક્ષણના ઉદ્દેશો વિદ્યાર્થીમાં આદર્શમય બને તેના માટે શૈક્ષણિક સંકુલોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલા માટે વર્ષ દરમ્યાન ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે આજે માધવ શૈક્ષણિક સંકુલ માં સાંસ્કૃતિક વારસો ટકી રહે તે માટે ખાસ નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 900 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને વાલીઑ રાજકીય આગેવાનો તેમજ માધવ શૈક્ષણિક સંકુલ ના શિક્ષકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed