December 23, 2024

ભારત-પાક મેચ અને શુક્રવાર નો સંયોગ ! રાજપીપળા પોલીસ તંત્ર સજગ બન્યું !

Share to



ઈકરામ મલેક:રાજપીપળા

રમત ના મેદાન અને યુદ્ધ મેદાન મા એક બીજા ના કટ્ટર હરીફ આજે ભારત-પાકિસ્તાન મેચ અમદાવાદ ખાતે ટકરાઈ રહ્યા છે.

ત્યારે રાજપીપળા નગર મા ભારત-પાક મેચ અને શુક્રવાર નો સંયોગ રચાતો હોઈ ને કોઈ પણ જાત ની અનિચ્છનીય ઘટના ને પોહચી વળવા માટે નર્મદા પોલીસ નું રાજપીપળા ટાઉન અને એલ.આઈ.બી અને અન્ય વિભાગ સજગ બન્યા છે.

અને જરૂરી તકેદારીના પગલાં લઈ પોલીસ જવાનો ને તમામ તૈયારીઓ સાથે નગર મા તહેનાત કરી, નગર ની શાંતિ ને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે પોલીસ ના જવાનો ને ખાખી ઉપરાંત ના કાળા કમાન્ડો વસ્ત્રો મા જોઈ નગરજનો મા કુતુહુલ અને જિજ્ઞાસા જાગી કે આ બંદોબસ્ત શેના માટે??? ત્યારે દૂરદર્શી ન્યુઝ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને પૂછતાં તેમણે માત્ર આ બંદોબસ્ત ને તકેદારી ના ભાગરૂપે ગણાવ્યું છે.


Share to

You may have missed