December 23, 2024

શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી નવરાત્રી મહોત્સવ નું બહેનો માટે વિશેષ સાર્વજનિક ગરબાના આયોજન તૈયારીઓ ને અપાતો આખરી ઓપ રવિવારે પ્રથમ નોરતાથી થશે પ્રારભ.

Share to

.૧૩.૧૦.૨૦૨૩



શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ,ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા આગામી તા.૧૫.૧૦.૨૦૨૩ રવિવાર થી પવિત્ર નવરાત્રી મહોત્સવ નું ફક્ત બહેનો માટે નવરાત્રી સાર્વજનિક ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન પાલીતાણા ના સમસ્ત સમાજ ,સંસ્થા ના આગેવાનો ના સાથે રાખી ને પાલીતાણા હાઈસ્કૂલ ના ગ્રાવુન્ડ માં યોજાઈ રહ્યું છે આ માટે આયોજક ટીમ દ્વારા બહેનો ની વિશેષ વિરાગના ટીમ બનાવી ગરબા ની વ્યવસ્થા ઉભી કરવમા આવી છે જયારે આયોજન સ્થળે બહેનો માટે વિશેષ સુવિધા સાથે ગરબા રમી શકશે એવી વ્યવસ્થા આયોજક ટીમ ધ્વરા કરવામાં આવી છે તેમજ પાલીતાણા સ્થાનિક કલાકારો ને આમંત્રણ આપવામાં આવ્યું છે આ નવરાત્રીના તમામ દીવસો માં માતાજી ની આરતી સાથે નવરાત્રી શરૂ થશે જે માટે પ્રતિદિન જુદી જુદી સંસ્થા અને સમાજ ના આગેવાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે ગરબા ના દિવસો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવસે તેમજ સ્થળ ઉપર ખેલૈયા માટે એબ્યુલેન્સ સેવા ની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ ગરબા મહોત્સવ સમસ્ત સમાજ ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે એવી અખબારી યાદી ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.


Share to

You may have missed