December 23, 2024

પોલીસ ને પડકારતા બજરંગદળ ના પ્રેમ વસાવા સામે રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

Share to



ઈકરામ મલેક:રાજપીપળા


અમદાવાદ કોર્પોરેશન ની પાંજરાપોળ થી થી તાપી જિલ્લા ના ઉછલ ખાતેની પાંજરાપોળ મા લઈ જવાઈ રહેલા ગાયો ભરેલા 5 વાહનો ને રાજપીપળા ખાતે બજરંગ દળ ના કાર્યકર પ્રેમ વસાવા દ્વારા ગેરકાયદેસર અટકાવતા રાજપીપળા પોલીસ મથકે આરોપી પ્રેમ નામ ના ઈસમ સામે IPC ની 341 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામા આવી છે..

રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદ ની વિગત મુજબ તા 10-10-23 ના રોજ ફરિયાદી ઉમેશ વળવી રહે. કરોડ ગામ, તા. ઉછલ જી.તાપી નાઓ વ્યારા ખાતે આવેલી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત ગૌ શાળા મા સેવા આપે છે.

ત્યારે ગૌ શાળા ના સંચાલકો તરફ થી તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની દાણી લીમડા ઢોર ડબ્બા પાંજરાપોળ માંથી રખડતી 35 ગાયો લઈ આવવા માટે મોકલતા તેઓ જરૂરી પરમીટ અને કાગળો અને પશુઓ માટે ની જરૂરી વ્યવસ્થા સાથે 5 વાહનો મા 35 જેટલી ગાયો ભરી 10 ઓક્ટોબર ના રોજ બે એસ.આર.પી કોન્સ્ટેબલો સાથે અમદાવાદ થી તાપી જવા નીકળેલ ત્યારે આ દરમિયાન સાંજ ના 7 વાગ્યા ના સુમારે રાજપીપળા ના રંગ અવધૂત મન્દિર પાસે આવેલા ગર નાળા પાસે થી ગાયો ભરેલા 5 વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ઇસમે સદર વાહનો ને અટકાવી આ ગાયો ક્યાં લઈ જાવ છો??

કાગળિયા બતાવો? તમારા ઓળખકાર્ડ આપો જેથી યુનિફોર્મ પહેરેલા પોલીસ ના માણસો એ ઓળખકાર્ડ અને પરમીટ ના પેપર બતાવવા છતાં, મોબાઈલ થી ફોટા પાડવા લાગેલ અને વાહનો અટકાવી રાખતા ફરજ ઉપર ના પોલીસ જવાને 100 નમ્બર દાયલ કરી જાણ કરતા રાજપીપળા પોલીસ ની ગાડી આવી ગઈ હતી….

અને વાહનો અટકાવતા ઈસમ ને નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રેમસિંગ કુમાર અલકેશ વસાવા રહે.સેલંબા તા સાગબારા હોવાનું જણાવતા પોલીસ દ્વારા ફરિયાદી અને વાહનો રોકનાર પ્રેમ વસાવા ને પોલીસ મથકે લઈ આવેલ અને કોઈ પણ જાત ની સત્તા વગર વાહનો ને રોકી અવરોધ કરવા બદલ તેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી…


Share to

You may have missed