નેત્રંગ:- તાલુકાકક્ષા નો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો

Share to





નેત્રંગ નગર માં આવેલી કુમાર પ્રાથમિક શાળા તાલુકાકક્ષા નો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં નેત્રંગ તાલુકા ની 45 પ્રાથમિક શાળા નાં બાળકો એ ભગલઈ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી,


નેત્રંગ નગર માં આવેલી સી.આર.સી કુમારપ્રાથમિક શાળા માં આજ રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભરૂચ આયોજીત નેત્રંગ તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું આયોજન કરવા આવ્યું હતું, જેમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરાયુ હતું, જેમાં નેત્રંગ તાલુકાની 45 પ્રાથમિક શાળાનાં બાળવૈજ્ઞાનિકો વિજ્ઞાન અને ગણિત વિષયને લગતી અલગ અલગ કૃતિ/મોડેલ રજુ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત–વિજ્ઞાન જેવા કઠિન વિષયોને કૃતિ મોડેલના માધ્યમથી સમજે, તે માટે આ બાળ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા, પ્રોત્સાહન વધે તે માટે એસ.આર. એફ ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કરવા માં આવ્યું હતું


સ્મત કાર્ય ક્રમ નું આયોજન બી. આર.સી સુધા બેન વસવા તથા પ્રાથમિક શાળા નાં આચાર્ય પ્રવીણ ભાઈ ગોહિલ તથા શાળા પરિવાર અને સી .આર. સી મિત્રો દ્વારા કરવા માં આવ્યું હતું


Share to