સ્વચ્છતા હી સેવા :રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનરાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે

Share to


…..
ખાસ સ્વચ્છતા ઝુંબેશના અસરકારક અમલીકરણ માટે સ્વચ્છ ભારત મિશન(શહેરી)ના મિશન ડાયરેકટરશ્રીને શહેરી વિસ્તાર માટે તથા ગ્રામ વિકાસના સ્પેશયલ કમિશનરશ્રીને ગ્રામ્ય વિસ્તાર માટે નોડલ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા
…..
સ્વચ્છતા કામગીરીની વિગતો બિફોરઅને આફ્ટરનાં ફોટોગ્રાફ સાથે પોર્ટલ ઉપર અપલોડ કરવા સૂચના અપાઇ
…..
ગ્રામ્ય તથા શહેરના બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર-બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ,રોડ જેક્શન જેવા તમામ જાહેર સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે
કોઇ પણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે
ડોર ટુ ડોરકચરા એકત્રીકરણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવશે
કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા વધુ સુચારૂ બનાવાશે
જીલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષામાં સફાઇ કામગીરીનું અસરકારક મોનીટરીંગ કરવા તથા સફાઇ કામગીરીના સ્થળની મુલાકાત લેવા સૂચનાઓ આપવામાં આવી
…..
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે ત્યારેહવે રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને વધુ અસરકારક બનાવવા આગામીસમયમાં દૈનિક ધોરણે વિવિધ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.સ્વચ્છતા એ જ સેવાના રાજયમાં અસરકારક અમલીકરણ માટે મિશન ડાયરેકટરશ્રી, સ્વચ્છ ભારત મિશનશહેરી,ગાંધીનગરને શહેરી વિસ્તાર માટે તથા સ્પેશયલ કમિશનરશ્રી, ગ્રામ વિકાસને ગ્રામ્ય વિસ્તાર માટે નોડલ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યાહોવાનું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત તમામ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં મહાનગરપાલિકાની સીમાથી ૫ કિ.મીની ત્રિજયામાં તથા નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારની ૨ કી.મી સુધીમાં તમામ પ્રવેશ માર્ગોની એક વાર ઝુંબેશ તરીકે અને ત્યાર બાદ દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ડોરટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવશે.આ ઉપરાંત કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા સુચારૂ બનાવવાની પ્રક્રિયા થશે.
ગ્રામ્ય તથા શહેરના બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ,રોડ જેક્શન જેવાતમામ વિસ્તારોમાં જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથધરાશે અને કોઇ પણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે.ઘર થી લઇ માર્કેટ સુધી ઉત્પન્ન થતા કચરાનું તેજ દિવસે ડમ્પ સાઇટ ઉપર યોગ્ય નિકાલ કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડાના આખરી નિકાલ માટે ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવા પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વોર્ડ અધિકારી કર્મચારી, કાઉન્સિલરશ્રી, પ્રમુખશ્રી, ધારાસભ્યોશ્રી, સરપંચ, સભ્યોને સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડીને વોર્ડ દીઠ જવાબદારી ગોઠવાય તેવું આયોજન કરવામાં આવશે. એટલુ જ નહિ, ગામ તથા શહેરમાં કોઈ પણ કચરાના ઢગલા ના દેખાય તે માટેનું આયોજન કરાશે.
સંબંધિત તમામ વિભાગના જીલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષામાં સફાઇ કામગીરીનું અસરકારક મોનીટરીંગકરવાતથા સફાઇ કામગીરીના સ્થળની મુલાકાત લેવા સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત જીલ્લા/તાલુકા/રાજ્ય કક્ષાના પદાધિકારીઓ, સ્થાનીક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, સખી મંડળો, એન.સી.સી, એન.એસ.એસ,આર. ડબ્લ્યુ.એ, એન.જી.ઓ વગેરેને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સામેલ કરાશે.
કમિશ્નરશ્રી અને ચીફ ઓફિસરશ્રીઓ દ્વારા શહેરની સ્વચ્છતા બાબતે દૈનિક ઘોરણે સવારમાં વિઝીટનું આયોજન કરવામાં આવશે. તેવી જ રીતે ગ્રામ્ય સ્વચ્છતા માટે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા અને તાલુકાના પંચાયત, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓ દ્વારા વિઝીટનું નિયમિત આયોજન કરાશે.
દૈનિક ધોરણે દિવસ દરમ્યાન હાથ ધરેલીસફાઇ સ્વચ્છતા કામગીરીની વિગતો બર્પોરે ૩:૦૦ કલાક સુધીમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની કચેરીને નિયત ફોર્મેટમાં મોકલી આપવા તેમજ બિફોરઅને આફ્ટરનાં ફોટોગ્રાફ પોર્ટલ ઉપર અપલોડ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત રોડ રસ્તા રીપેરીંગ, ગાર્ડન સુશોભન, ટ્રી કલર, પટ્ટી લગાવવી, બિલ્ડીંગની સાફ સફાઇ, રંગરોગાનતેમજ ટાંકીની સાફ સફાઇ કરાવવાની રહેશે.

રાજયની તમામ જિલ્લા કચેરીઓ/તાલુકા કચેરીઓ/પંચાયત કચેરીઓ/ શૌક્ષણિક સંસ્થાઓ/ બોર્ડ નિગમો/સ્વાયત્ત સંસ્થાઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનુરૂપ દર સપ્તાહે નીચે મુજબની કામગીરીહાથ ધરાય તે સુનિશ્ચિત કરશે.

ક્રમ
તારીખ
પ્રવૃત્તિની વિગતો

૧.
તા.૧૫/૧૦/૨૦૨૩ (રવિવાર)
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલવેસ્ટેશનની સફાઇ

૨.
તા. ૧૬ /૧૦/૨૦૨૩ થી તા. ૨૧/૧૦/૨૦૨૩
શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ,હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ

૩.
તા.૨૩/૧૦/૨૦૨૩ (રવિવાર)
શહેર તથા ગ્રામ્યના તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ,પ્રવાસન સ્થળોની સાફ સફાઇ

૪.
તા.૨૩/૧૦/૨૦૨૩થીતા. ૨૮/૧૦/૨૦૨૩
તમામ શૈક્ષણિક સંસ્થાઓ,યુનીવર્સીટી, બિલ્ડીંગો, શાળા કોલેજો, આંગણવાડીની સફાઈ

૫.
તા.૨૯/૧૦/૨૦૨૩
(રવિવાર)
ગ્રામ્યતથા શહેરીવિસ્તારના અવિકસિત અને અનિયમિત વિકસિત એરીયાની સાફ સફાઈ તેમજ બિલ્ડીંગ કાટમાળને રીસાઇકલ કરી રીયુઝ કરવાની વ્યવસ્થા ગોઠવવી.

૬.
તા. ૩૦/૧૦/૨૦૨૩થી
તા. ૦૪/૧૧/૨૦૨૩

તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના થાનોની હરાજીની કામગીરી હાથ ધરવી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની તમામ સરકારી કચેરીઓની સાફ સફાઈ

૭.
તા. ૦૫/૧૦/૨૦૨૩
(રવિવાર)
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની તમામ સરકારી કચેરીઓની સાફ સફાઈ

૮.
તા. ૬/૧૧/૨૦૨૩થી
તા. ૧૧/૧૧/૨૦૨૩
શહેરના તમામ ફ્લાય ઓવર,બસ સ્ટેન્ડ,રેલ્વે સ્ટેન્ડ સફાઇ, ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી.

૯.
તા. ૧૨/૧૧/૨૦૨૩
(રવિવાર)
પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસીંગ સોસાયટીઓ વગેરેની સાફ સફાઈ

૧૦.
તા. ૧૩/૧૧/૨૦૨૩થી
તા. ૧૮/૧૧/૨૦૨૩
દિવાળી નિમિતે ફટાકડાના કચરાનો નિકાલ જાહેર રસ્તાઓની સફાઈ

૧૧.
તા. ૧૯/૧૧/૨૦૨૩
(રવિવાર)
સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની અગૃતિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ધરવી, એક્સેલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રીનોવેશન, અપગ્રેડેશન વગેરે કામગીરી.

૧૨
તા. ૨૦/૧૧/૨૦૨૩ થી
તા. ૨૫/૧૧/૨૦૨૩

ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ APMC, બાગ બગીચાઓની સફાઈ તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવા કમ્પોસ્ટ મશીનો, અન્ય સુવિધાની શરૂઆત કરવી, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ શહેર અને સામુદાયીક શૌચાલયોનું રીપેરીંગ અને સાફ સફાઇ હાથ ધરવી

૧૩.
તા. ૨૬/૧૧/૨૦૨૩
(રવિવાર)
ગ્રામ્યતથાશહેરીવિસ્તારનાતમામજાહેરઅનેસામુદાયીક શૌચાલયોનુંરીપેરીંગઅનેસાફસફાઈહાથધરવી

૧૪.
તા. ૨૭/૧૧/૨૦૨૩થી
તા. ૦૨/૧૨/૨૦૨૩
શહેર તથા ગ્રામ્ય વિસ્તામાં આવેલ રાજ્યના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરી માર્ગો, રીંગ રોડની સાફ સફાઈ કરવી, ટ્રાફીક સાઇનેજ અદ્યત્તન કરવા, ફુટપાથ રીપેરીંગ, ડીવાઇડર રંગ રોગાન કરવા ગાંડા બાવળ દૂર કરવા.

૧૫
તા. ૩/૧૨/૨૦૨૩
(રવિવાર)
ગ્રામ્યતથાશહેરીનાતમામ એન્ટ્રી પોઇન્ટ થી ૫ કિમીમાં વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટ, અમૃત સરોવરનીસઘન સફાઈ ઝુંબેશ હાથ ઘરવી આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ગટર તેમજગ્રામ્યવિસ્તારમાં ગ્રેવોટરના ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરીનિકાલનીવ્યવસ્થા ગોઠવવી

૧૬.
તા. ૦૪/૧૨/૨૦૨૩થી
તા, ૯/૧૨/૨૦૨૩
ગ્રામ્ય તથા શહેરની તમામ હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના, PHC. CHC અર્બન હેલ્થ સેન્ટરની સફાઈ૧૭
તા.૧૦/૧૨/૨૦૨૩
(રવિવાર)
ગ્રામ્ય તથા શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલની સાફ સફાઇ હાથ ધરવી

૧૮.
તા. ૧૧/૧૨/૨૦૨૩થી
તા. ૧૬/૧૨/૨૦૨૩
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પીવાના પાણીના ઓવરહેડ ટાંકા, ફિલ્ટરેશનપ્લાન્ટ અને કાંસની સાફ સફાઇ


Share to

You may have missed