જૂનાગઢની પવિત્ર ધરા પર વાસણા સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા નગરનાં ચોબારી રોડ પર આકર પામશે નુતન મંદીર સંતોની પ્રેરક ઊપસ્થિતી શિલાન્યાસ વિધી સંપન્ન કરાય

Share to
જૂનાગઢ મહાનગરનાં ચોબારી રોડ પર સ્વામિનારાયણ સંપ્રદાયનાં વાસણાં સંસ્થાન દ્વારાનુતન મંદીરનો શિલાન્યાસ વિધી વાસણા સ્વામિનારાયણ મંદિર સંસ્થાનાં સ્વામિશ્રી સત્યસંકલ્પ સ્વામિના હસ્તે શિલારોપણ દ્વારા સંપન્ન થયો. આ પ્રસંગે સ્વામિનારાયણ વાસણા સંસ્થાનાં મુર્તિ સ્વામિ સહિત સંતોની પ્રેરક ઉપસ્થિતી ભાવીકોમાં ઉત્સાહ વર્ધક હતી. આ તકે યોજાયેલ ધર્મસભામાં જૂનાગઢનાં ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, અગ્રણીશ્રી પ્રદિપભાઇ ખીમાણી, જૂનાગઢ રેન્જ આઇ.જી. શ્રી નિલેષ જાજડીયા, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી ગાંડુભાઇ ઠેશીયા, શ્રી ભીખાભાઇ, સહિત શહેરનાં અગ્રણી ઉદ્યોગપતિ, જ્ઞાતિ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મસભામાં ભક્તોને આશીર્વચન પાઠવતા સત્ય સંકલ્પ સ્વામિએ પરિવારમાં સંપ અને શાંતીનાં વાતાવરણ પર ભાર મુકી દરેક વ્યક્તીએ સંપથી રહેવુ જોએ તેમ જણાવી સમાજને વયસનમુક્ત બનાવવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા વિનુભાઇ રાખશીયા, શ્રી બિપીનભાઇ પટેલ, શ્રી પ્રવીણભાઇ અંટાળા, ડો. કાપડીયા સહિત સત્સંગીઓએ જહેમત ઉઠાવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed